રાજ્યના મુખ્યમંત્રીશ્રીવિજયભાઇ રૂપાણી કચ્છના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આગામી ૧૩મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી બપોરે ત્રણ કલાકે માંડવી બીચ ખાતે ટેન્ટ સિટીનું ઉદ્દઘાટન કરશે. ત્યાર બાદ બપોરે ચાર કલાકે સફેદ રણ ધોરડો ખાતે રાષ્ટ્રીય પ્રવાસન શિબિર અને અર્બન કચ્છ-રિસેપ્શન એન્ડ રિફ્રેશમેન્ટ સેન્ટરનું ઉદ્દઘાટન કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સફેદ રણમાં થીમ વિલેજની પણ મુલાકાત લેશે.
Wednesday, February 12, 2020
New
