રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ભુજ ખાતે સ્વામિ નારાયણ મંદિરે દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે ભુજ સ્વામિ નારાયણ મંદિરના મહંતશ્રી ધર્મનંદનદાસજી સ્વામિએ રાજ્યપાલશ્રીનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.
સ્વામિ નારાયણ મંદિરની મુલાકાત વેળાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વામિ નારાયણ મંદિરના સંતો સાથે સંવાદ કરી મંદિરની પ્રવૃતિ અંગે અવગત થયા હતા. આ મુલાકાત વેળાએ સ્વામિ નારાયણ મંદિરના સંતો સદ્દગુરુ સ્વામિ પ્રેમપ્રકાશ દાસજી, ટ્રસ્ટીશ્રી શશીકાન્તભાઇ ઠક્કર, અગ્રણી દિલીપભાઇ ત્રિવેદી, ધનજીભાઇ ભુવા, ખીમજી ભગત, હિંમતસિંહ વસણસહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.