New

જેસલ તોરલ અને અજેપાર દાદાના નામથી જગ
વિખ્યાત એવા ઐતિહાસીક અંજાર શહેરના આંગણે પ.પૂજ્યશ્રી જીગ્નેશદાદા (રાધે રાધે)ની
ભવ્ય સત્સંગ સભાનું ચોટારા આહીર પરિવાર દ્વારા આયોજન તા.૧૬-૦૨-૨૦૨૦ રવિવારના શુભ
દિવસે બપોરે ૩:૩૦ થી સાંજે
૭:૦૦ વાગ્યા
સુધી રાખવામાં છે. આ
દિવસે ચોટારા આહીર પરિવાર દ્વારા સમુહજાદી (ચૌલ સંસ્કાર)નું આયોજન કરવામાં આવેલ
છે. તેમા દાતા પરિવાર નરશીભાઈ રાજાભાઈના પ્રપોત્ર વીર કુમારની સાથે ચોટારા આહીર
પરિવારના ૧૫ કુમારો
પણ ચૌલ સંસ્કાર કરાવશે જે દાતા શ્રી પરિવાર સમાજને નવી રાહ ચીંધી રહ્યા છે. ચૌલ
સંસ્કાર નિમિતે સમસ્ત ચોટારા પરિવારની દિકરીઓને ભેટ સોગાદ આપવામા આવશે, પ.પૂજ્યશ્રી જીગ્નેશદાદા (રાધે રાધે)ની
ભવ્ય સત્સંગ સભામા પધારવા માટે અંજાર તેમજ કરછની ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ નરશીભાઈ રાજાભાઈ ચોટારા આહીર
પરિવાર દ્વારા આપવામાં આવે છે. આ
કાર્યક્રમને સફળ બનાવવા માટે જીતેન્દ્ર ચોટારા, પ્રવીણ ચોટારા, રોહન ચોટારા, સંદીપભાઈ ચોટારા, ભરતભાઈ, ધીરેનભાઈ, નીરજભાઈ, રૂપેશભાઈ, કેશવજીભાઈ, વીરજીભાઈ,
ભીમજીભાઈ, વિનોદભાઈ, શાંતિલાલ તેમજ ચોટારા આહીર પરિવારના
બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે, તેવું યાદી દ્વારા ચોટારા આહીર પરિવાર
વતી જીતેન્દ્ર ચોટારાએ જણાવેલ છે.