ગાંધીધામમાં
રાષ્ટ્રીય ધોરીમાર્ગની લગોલગના સર્વિસ રોડ ઉપર રેલ્વે સ્ટેશન પાસે તેમજ ઓવરબ્રિજ નીચેના ૨૦ થી વધુ દબાણો હટાવવામાં આવ્યા
હતા. રાષ્ટ્રીય
ધોરીમાર્ગ પ્રાધિકરણ દ્વારા હાઇવેના સર્વિસ રોડ ઉપર નડતરરૂપ દબાણોને નોટિસ આપવામાં
આવી હતી સમયમર્યાદાની અંદર દબાણ ન હતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ ગાંધીધામ નગરપાલિકાના
સહયોગથી જેસીબી વડે ૨૦ થી વધુ દબાણો હટાવ્યા હતા અહીં દબાણો રાષ્ટ્રીય ધોરીમાર્ગ
ના સર્વિસ રોડ ને નડતરરૂપ બધા તેમજ રેલવે સ્ટેશનના ગેટ બહાર જ વ્યાપક દબાણ હોવાના
કારણે અનેક સમસ્યાઓ સર્જાઇ રહી હતી રેલવે પ્રશાસન દ્વારા પણ રજૂઆતો કરાઈ હતી અંતે
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલો જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રાધિકરણ હરકતમાં
આવ્યું હતું અને દબાણકારોને નોટિસ આપી હતી ત્યારબાદ ગઈકાલે નેશનલ હાઇવે ઓથોરિટી
અને ગાંધીધામ નગરપાલિકા એ પોલીસ બંદોબસ્ત સાથે ૨૦ થી વધુ દબાણો દુર કર્યા હતા.
Thursday, February 27, 2020
New
