હત્યાના પ્રયાસના ગુનામાં ભુજની પાલારા જેલમાંથી પેરોલ ઉપર છૂટેલો આરોપી ફરી જેલમાં હાજર ન થતાં પોલીસે તેને પકડી ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે ભચાઉના લતીફ નુરમામદ ક્કલને પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યો હતો આરોપી પાલારા જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો ફરીથી જેલમાં ન જતા પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી દરમિયાન લોડાઈ નજીક દરગાહ પાસેથી તેમની ધરપકડ કરીને પધ્ધર પોલીસને સોંપવામાં આવ્યો હતો પોલીસે તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Thursday, February 27, 2020
New
