આયકર વિભાગ દ્વારા નખત્રાણામાં જવેલર્સ પેઢી પર દરડો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, February 27, 2020

આયકર વિભાગ દ્વારા નખત્રાણામાં જવેલર્સ પેઢી પર દરડો

ગાંધીધામ આયકર વિભાગ દ્વારા આદિપુરની ચાર જ્વેલર્સ પેઢી બાદ નખત્રાણાની ત્રણ જ્વેલર્સ પેઢીને નિશાન બનાવી સર્વેની કામગીરી હાથ ધરી હતી. જોકે આ કામગીરી મોડે સુધી ચાલુ રહી હોય હજુ સુધી ડિસ્ક્લોઝર આંક બહાર આવ્યો નથી. ગાંધીધામ આયકર વિભાગ દ્વારા તાજેતરમાં જ આદિપુરના મદનસિંહ ચોક નજીક આવેલી ચાર જ્વેલર્સ પેઢીને ત્યાં સર્વેની કામગીરી કરી આશરે દોઢ કરોડ જેટલી માતબર રકમનુ ડિસ્ક્લોઝર જાહેર કર્યું હતું ત્યારે પશ્ચિમ કચ્છના નખત્રાણામાં પણ બુધવાર બપોરે આયકર વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી ત્રણ જ્વેલર્સ પેઢીમાં કાર્યવાહી કરી હતી. આયકર વિભાગ દ્વારા બપોરના અરસામાં નખત્રાણાની મુખ્ય બજારમાં આવેલ ગુરુદેવ કૃપા જ્વેલર્સ સોની મોહનલાલ પ્રાગજી અને હિંમતલાલ સોની સહીતની પેઢીઓ પર પહોંચી સર્વે કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી આ કાર્યવાહી માટે આવકવેરા વિભાગના અધિકારીઓ કર્મચારીઓની જુદી-જુદી ટીમો દ્વારા આ ત્રણેય પેઢી પર દસ્તાવેજની ચકાસણી બિલનું વેરિફિકેશન સ્ટોક સહિતની વિવિધ કાર્યવાહી અને તપાસ આરંભી હતી જોકે મોડી રાત સુધી તપાસ ચાલુ રહી છે. આ અંગે કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ પાસેથી સત્તાવાર કોઈ વિગતો મળી શકી નથી પરંતુ મોટી બેનામી સંપત્તિ બહાર આવે તેમ મનાઈ રહ્યું છે.