રખડતા આખલાએ અંજારના કિશોરનો લીધો ભોગ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, February 27, 2020

રખડતા આખલાએ અંજારના કિશોરનો લીધો ભોગ


આદિપુર અંજાર રોડ પાસે બાઈક આખલા સાથે ભટકાતા કિશોરનું મોત થયું છે અને ખેડોઇ પાસે કાર  રોજડા સાથે ભટકાતા કાર પલટી મારી જતાં આધેડે જીવ ગુમાવ્યો છે. આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, આદિપુર અંજાર રોડ ઓમ મંદિર પાસે રોડ ઉપર બાઈક આખલા સાથે ભટકાતા ધોરણ 12 માં અભ્યાસ કરતા રોહન પિયુષભાઈ ઠક્કર ઉંમર વર્ષ 17 નું ગંભીર હાલતમાં મૃત્યુ નીપજયું હતું ભોગ બનનાર  કિશોર અંજારના બિલેશ્વર નગરમાં રહે છે અને આદિપુરની સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. ધોરણ 12 ની વિદાય સમારંભમાં ભાગ લેવા માટે આદિપુર આવ્યો હતો અને પરત અંજાર રહેતા અને તેની સાથે અભ્યાસ કરતા યુવાનના પિતા તેના દીકરાને તેડવા આવ્યા હતા તેની સાથે બાઈક ઉપર અંજાર આવવા નીકળ્યા હતા તે દરમિયાન આદિપુર નજીક મંદિર પાસે બાઈક આખલા સાથે ભટકાતા ધોરણ 12ના આશાસ્પદ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવવો પડયો છે ગાંધીધામ નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે રખડતા ઢોર લડાઇમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે અંજાર અને ગાંધીધામ નગરપાલિકા રખડતા ઢોરને પકડીને પાંજરે પુરવામાં ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે જેનું પરિણામ લોકો ભોગવી રહ્યા છે. રખડતા આખલાને કારણે અંજારના વિદ્યાર્થી આદિપુરમાં જીવ ગુમાવ્યો છે. પોલીસે તો અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, પરંતુ ગાંધીધામ નગરપાલિકા એ પોતાની બેશરમી હટાવી ને રખડતા ઢોરને પકડીને પાંજરે પુરવાની કાર્યવાહી કરવી જરૂરી છે.