કચ્છ જિલ્લાનો
મુખ્ય પ્રાણ પ્રશ્ન નર્મદાનો છે ત્યારે સરકારે કચ્છને પાણીદાર બનાવવા માટે નાણાંની
રેલમછેલ કરી છે. સરકારની જાહેરાત કચ્છવાસીઓના મુખ પર પ્રસનતા જોવા મળી છે. કચ્છમાં
નર્મદાના અધુરા કામો પુરા કરવા રૂપિયા ૧૦૮૪ કરોડ, નર્મદાના પુરના વધારાના પાણી માટે રૂપિયા
૧૦૦ કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે. ઉપરાંત જિલ્લામાં ભૂગર્ભ જળને ઉંચા લાવવા માટે વિશેષ ફાળવણી
કરવામાં આવી છે. જળ સંપતિ વિભાગની વિવિધ કામગીરી માટે બજેટમાં રૂપિયા ૭,રર૦ કરોડની જોગવાઈ
કરવામાં આવી છે. ભૂગર્ભ જળના સ્તર ઉંચા લાવવા તેમજ ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને ઉતેજન
આપવા ભારત સરકારના સહયોગથી અટલ ભૂજલ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ ઉત્તર ગુજરાત
અને કચ્છ જિલ્લાના ર૪ તાલુકાઓને પ વર્ષના સમયગાળા માટે રૂપિયા ૭પ૭ કરોડ ફાળવાયા
છે. આ નાણાંથકી ભૂગર્ભ જળ ઉંચુ લાવવા પ્રયાસો કરાશે. કચ્છમાં નર્મદાના પુરના
વધારાના પાણી દ્વારા સિંચાઈ સુવિધાઓ વધારવાનું આયોજન છે. આ યોજનાથી પ૭૮પ૦ હેકટર
વિસ્તારને સિંચાઈનો લાભ થશે, જે માટે રૂપિયા ૧૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે. નર્મદા યોજના માટે રૂપિયા ૮,૭પપ કરોડનું આયોજન
ઘડાયું છે, જે પૈકી નર્મદા બંધ પરથી ચોમાસા દરમિયાન ઉપલબ્ધ થનાર વધારાના
પાણી પૈકી કચ્છને ૧ મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન છે. જે માટે કચ્છ શાખા
નહેરના બાકીના કામો પૂર્ણ કરવા, દુધઈ પેટા શાખાના કામો અને તેની વિતરણ નહેરોના કામો હાથ ધરવા
રૂપિયા ૧,૦૮૪ કરોડની જોગવાઈ
કરાઈ છે. નર્મદા યોજનાના નહેર માળખાની કચ્છ સહિત વડોદરા, સૌરાષ્ટ્રની નહેરો
પર ૧૮ સ્થળોએ નાના વીજ મથકો બનાવવાની કામગીરી ચાલુમાં છે. જે વિજ મથકો કાર્યરત
થતાં કુલ ૮૬ મેગાવોટ વીજ ઉત્પાદન થશે, જે માટે રૂપિયા ૯૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
Wednesday, February 26, 2020
New
