કચ્છમાં
બનેલા આગના બે અલગ અલગ બનાવોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી.
અંજારના સત્તાપર રોડ પર આવેલ અમરનાથ કોટન મિલમાં ચાલી રહેલા કામ દરમ્યાન તણખા
ઉડતા આગ લાગી હતી. જેના પગલે જિનિંગ મિલમાં રહેલ લાખોનો કપાસનો જથ્થો બળીને ખાખ
થઈ ગયો હતો. નુક્સાનીનો અંદાજ હવે લગાવાઈ રહ્યો છે. આગની ઘટના અંગે ડેનિસ કાનજી
પટેલે ફરિયાદ નોંધાવી છે. આગની બીજી ઘટના ભુજના મીરઝાપર ગામે બની હતી. અહીં ગૌશાળા
દ્વારા એકઠા કરાયેલ ઘાસનો રૂપિયા 15 લાખનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ખુલ્લા
ગોડાઉનમાં અકીલા સંગ્રહાયેલ ઘાસના જથ્થામાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.
બન્ને બનાવોમાં પોલીસે અલગ અલગ તપાસ શરૂ કરી છે.
Wednesday, February 26, 2020
New
