ભારતનો ડંકો: કુલ સંપતિમાં દુનિયામાં 6ઠ્ઠો ક્રમ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, February 26, 2020

ભારતનો ડંકો: કુલ સંપતિમાં દુનિયામાં 6ઠ્ઠો ક્રમ

વિશ્ર્વમાં સૌથી ઝડપે વિકસતા અર્થતંત્રમાં ભારતનું નામ ટોચ પર છે. વર્ષોવર્ષ અભૂતપૂર્વ આર્થિક વિકાસ થઈ રહ;યો છે. આર્થિક મંદી વચ્ચે પણ 2019ના વર્ષમાં ભારતે ફ્રાંસ-બ્રિટન જેવા દેશોને પાછળ રાખી દીધા હતા અને વિશ્ર્વનું પાંચમુ સૌથી મોટુ અર્થતંત્ર બન્યુ હતું. હવે એવા રીપોર્ટ આવ્યા છે કે સમૃદ્ધિ કુલ સંપતિમાં પણ ભારત ટોપ-ટેન દેશોમાં સામેલ છે. ભારતની કુલ સંપતિ 12.6 ટ્રીલીયન ડોલર છે અને વિશ્ર્વમાં છઠ્ઠુ સ્થાન ધરાવે છે. આંતરરાષ્ટ્રીય એજન્સી ક્રેડીટ સૂઈ દ્વારા વૈશ્ર્વિક સંપતિ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. દુનિયાભરના દેશોની કુલ સંપતિનો આંકડો 360.6 ટ્રીલીયન ડોલર મુકવામાં આવ્યો છે. સૌથી વધુ સંપતિ વૈશ્ર્વિક મહાસતા અમેરિકા પાસે છે. વિશ્ર્વની કુલ સંપતિનો 30 ટકા હિસ્સો અમેરિકા ધરાવે છે. રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યુ છે કે દેણુ બાદ કરીને રાષ્ટ્રોની કુલ સંપતિનો આંકડો કાઢવામાં આવ્યો છે. વિશ્ર્વની કુલ 360.6 ટ્રીલીયન ડોલરની સંપતિમાંથી પ્રથમ ક્રમ ધરાવતા અમેરિકા પાસે 106 ટ્રીલીયન ડોલરની સંપતિ છે. બીજો ક્રમ ચીનનો છે તેની કુલ અસ્કયામતોનો આંકડો 63.8 ટ્રીલીયન ડોલર છે. જાપાન 25 ટ્રીલીયન ડોલરની સંપતિ સાથે ત્રીજા ક્રમે છે. 14.7 ટ્રીલીયન ડોલરની સંપતિ સાથે જર્મની ચોથા ક્રમે છે. વિશ્ર્વની કુલ સંપતિ 14.3 ટ્રીલીયન ડોલર છે અને પાંચમો ક્રમ છે. સૌથી વધુ સંપતિ ધરાવતા ટોપ-10 દેશોમાં ભારતનો ક્રમ 6ઠ્ઠો છે. ભારતની કુલ સંપતિ 12.6 ટ્રીલીયન ડોલરની હોવાનું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. સાતમા ક્રમે કેનેડાની સંપતિ 8.6 ટ્રીલીયન ડોલર, 8મા સ્થાને દક્ષિણ કોરિયાની 7.3 ટ્રીલીયન ડોલર, નવમા ક્રમે ઓસ્ટ્રેલિયાની 7.2 ટ્રીલીયન ડોલર તથા 10માં સ્થાને સ્વીટઝરલેન્ડની સંપતિ 3.9 ટ્રીલીયન ડોલરની હોવાનું દર્શાવવામાં આવ્યું છે.