અંજાર
તાલુકાના દુધઈમાં ભાભી એ કરેલી પોલીસ ફરિયાદ ની મન દુઃખ રાખીને આરોપીએ દેવર ઉપર
છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. દુધઈ પોલીસે
વિગતો આપતા જણાવ્યું હતું કે, દુધઈમાં રહેતા મુકેશ મગનભાઈ મહેશ્વરી ઉમર વર્ષ પચ્ચીસના
ભાભી વાલબાઈ પચાણભાઈ મહેશ્વરીએ કરેલી પોલીસ ફરિયાદ મનદુખ રાખીને આરોપી હરેશ રામજી
મહેશ્વરીએ લગ્ન પ્રસંગમાં આવીને દાંડીયારાસ દરમિયાન પોતાની પાસે રહેલી છરીથી મુકેશભાઈ મહેશ્વરી ઉપર હુમલો કરી ગંભીર ઈજાઓ
પહોંચાડી હતી ભોગ બનનાર મુકેશભાઈ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી હરેશ
મહેશ્વરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Thursday, February 27, 2020
New
