કેન્દ્ર સરકાર કારોના વાયરસથી વેપાર જગતને થઈ
રહેલા નુકસાન પર ગંભીર બની છે. નાણા મંત્રાલયે આ મુદ્દે આજે એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ હિતધારકો
સાથે વિચાર–વિમર્શ કર્યા બાદ સરકાર આયાત અને નિકાસના
મોરચે મોટા નિર્ણયો લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કસ્ટમ વિભાગથી માલની સુરક્ષિત અને ઝડપી નિકાસ માટે
સરકાર નવી જાહેરાતો કરી શકે છે. ભારતના આયાતકારોને સૌથી મોટી ચિંતા એ છે કે તેઓ
ચીનથી ઘણો સામાત આયાત કરાવે છે. આવામાં પોર્ટ અને એરપોર્ટ પર ડિલિવર થનારા સામાનના
સ્ક્રીનિંગમાં લાંબો સમય લાગી રહ્યો છે જેના કારણે દેશનું મેન્યુફેકચરિંગ પણ સુસ્ત
પડી રહ્યું છે. સરકાર આ વ્યવસ્થાઓને ઝડપી બનાવવા માગે છે જેથી નુકસાની ઓછી કરી
શકાય. આજે મળનારી બેઠકમાં સરકાર અનેક મહત્ત્વની જાહેરાત કરે તેવી સંભાવના છે.
Tuesday, February 18, 2020
New
