કચ્છના ખાવડામાં બનશે ૫૦ ગીગાવોટના ગ્રીન એનર્જી પાર્ક - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, February 18, 2020

કચ્છના ખાવડામાં બનશે ૫૦ ગીગાવોટના ગ્રીન એનર્જી પાર્ક

ગુજરાત અને રાજસ્થાનમાં કેન્દ્ર સરકાર કુલ ૫૦ ગીગાવોટની ક્ષમતા ધરાવતા અલ્ટ્રા મેગા રીન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપશે. વિશ્ર્વમાં સૌથી મોટા અક્ષય ઉર્જા રોકાણ કાર્યક્રમ હેઠળ આ પાર્ક સ્થપાશે.  ટાટા પાવર જેવી ઉધોગની અગ્રણી કંપનીએ તેને ગ્રીન એનર્જીમાં એક મોટી છલાંગ ગણાવી છે પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે, આ પહેલાના લીધે થર્મલ પાવર પ્લાન્ટના અસ્તિત્વ સામે ભય સર્જાશે. રીન્યુએબલ ઉર્જા મંત્રાલયે સૌર અને વિન્ડ ડેવલપરોને જણાવ્યું હતું કે, સોલર, વિન્ડ અને વિન્ડ હાઈબ્રીડ પ્લાન્ટ માટે જમીન પુરી પાડવામાં આવશે. પ્રસ્તાવિત પાર્ક માટે રાય સરકાર અને સંરક્ષણ મંત્રાલયની મંજુરીઓ જરૂરી હશે એમ સુત્રોએ જણાવ્યું હતું. મંત્રાલયે ગુજરાતમાં ખાવડા અને રાજસ્થાનમાં જેસલમેરને ૨૫,૦૦૦ મેગાવોટમાં અક્ષય ઉર્જા પાર્ક સ્થાપવા સંભવિત સ્થળો તરીકે ઓળખ્યા છે એમ તેઓએ જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યંું હતું કે, ટ્રાન્સમીશન મજબુત બનાવવા ઉર્જા મંત્રાલયને વિનંતી કરવામાં આવશે. જેથી આ પાર્કમાંથી ૨૪ મહિનામાં વિજળીનું વહન કરી શકાય. આ ઉપરાંત સરકાર ૫૦ ગીગાવોટ બેટરી સ્ટોરેજ મેન્યુફેકચરીંગ પ્લાન પણ ધરાવે છે. રીન્યૂએબલ ઉર્જા કંપનીઓએ આ પગલાને આવકાયુ છે અને જણાવ્યું છે કે, આટલી મોટી ક્ષમતા તબકકાવાર ધોરણે સ્થાપવી શકય છે. ટાટા પાવરના મેનેજીગં ડીરેકટર પ્રવિર સિંહાએ જણાવ્યું હતું કે, ભારત માટે સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રે મહાકાય કૂદકો લગાવવાની આ જબરજસ્ત તક છે. કોલસા ઉધોગનો સુર્યાસ્ત થઈ રહ્યો છે. તે કદાચ બીજા ૨૫ વર્ષ ટકશે. ટાટા પાવર ખાતે અમે કોઈપણ નવું કોલસા આધારીત વિજ મથક ન સ્થાપવાનો નિર્ણય લીધો છે. અમે માનીએ છીએ કે, ૨૦૫૦ પછી ભારત કોલસા આધારીત વિજળીથી મુકત બની જશે. નવા સોલ્યુશન્સ જેવા કે, સોલાર, વાઈન્ડ, હાઈબ્રિડ, સ્ટોરેજ અને માંગ વગેરે ઉપલબ્ધ બનશે. અમે સારા લોડ મેનેજમેન્ટ સાથે વિજળી જરૂરીયાત પુરી કરી શકીશું. સનસોર્સ એનર્જી પ્રાઈવેટ લી.ના ઉપપ્રમુખ હિમાંશુ મિશ્રાએ જણાવ્યું હતું કે, અલ્ટ્રા મેગા પાર્કના લીધે રીન્યુએબલ ઉર્જાના ભાવ નીચે લાવવામાં મદદ મળી શકશે. આ રીતે રીન્યુએબલ ઉર્જાના ઉત્પાદનની સાથે અટવાયેલી થર્મલ એસેટને જોડી દેવાય તો ઉર્જામાં એસેટ ઉપયોગીતાનો ફાયદો મળે અને વિજ ક્ષેત્રમાં વધી રહેલી એનપીઓની ચિંતા સામે રાહત મળે. તેની સાથે સારા લોડ બેલેસીંગ માટે ટુલ પણ પુરૂ પાડી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે, ૨૦૩૦ સુધીમાં ૪૫૦ ગીગાવોટ રીન્યૂએબલ ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવશે. તેમણે સંયુકત રાષ્ટ્ર્રસઘં ખાતે કલાઈમેન્ટ એકશન સમિટમાં આ જાહેરાત કરી હતી.