કચ્છ માલધારી સમાજના અગ્રણીનો આદિવાસી સમાજ વિરુદ્ધ બફાટ : વીડિયો વાઈરલ : એટ્રોસિટીની ફરિયાદ નોંધવા અરવલ્લીમાં ધરણા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, February 19, 2020

કચ્છ માલધારી સમાજના અગ્રણીનો આદિવાસી સમાજ વિરુદ્ધ બફાટ : વીડિયો વાઈરલ : એટ્રોસિટીની ફરિયાદ નોંધવા અરવલ્લીમાં ધરણા

અરવલ્લી જીલ્લાના આદિવાસી સમાજમાં ભારે આક્રોશ: ધરપકડ કરવા માંગણી


કચ્છ રાપરના માલધારી સમાજના અગ્રણી ધારાભાઈ કાલાભાઇ ભરવાડનો આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા અરવલ્લી જીલ્લાના આદિવાસી સમાજમાં ભારે આક્રોશ પેદા થયો છે. આ શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવાની માંગ ઉઠી છે. મેઘરજ પોલીસ સ્ટેશનમાં સાચા આદિવાસી અધિકાર સમિતિ દ્વારા ધરણા કરી પી.આઈને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બોગસ આદિવાસી પ્રમાણપત્રો રદ કરવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલી રહ્યું છે. કચ્છ જીલ્લાના તાલુકાના વાગડ માનવ વિકાસ ટ્રસ્ટના અને માલધારી સમાજના અગ્રણી ધારાભાઈ કાલાભાઇ ભરવાડે જાતિ-જાતિ વચ્ચે જાતિવાદી વૈમનસ્ય પેદા કરી વર્ગ વિગ્રહ ફેલાય એવા અને આદિવાસી સમાજની સામે અણછાજતી અને ધિક્કારની ભાવનાથી હીન ભાષાનો પ્રયોગ કરેલ તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે તો આ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને આધાર પુરાવા તરીકે માન્ય રાખી ધારા કાલાભાઇ ભરવાડ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની માંગ કરી હતી. તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણા યોજ્યા હતા અને સંવિધાનના આર્ટિકલ ૧૪, ૧૫ અને ૧૯ નો ભંગ કરેલો છે તો સમસ્ત આદિવાસી સમાજે ધારા કાલાભાઇ ભરવાડ વિરુદ્ધ દરેક કલમોને આધારે કાયદેસરની કાર્યવાહી કરે અને ફરિયાદ નોંધવા આદિવાસી સમાજ મેઘરજે માંગ કરી હતી.