અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય ગુન્હો આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ આપેલ હોય જે અન્વયે આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે રાજકોટ ગ્રામ્ય પડધરી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૧/ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૧ર૦(બી), ૧૧૪ મુજબના ગુન્હાના કામે આરોપીને અમરેલી નાના બસ સ્ટેશન પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે. ગઇ તા.૩૧/૦૧/૨૦૨૦ ના રોજ પડધરીના ખાખરાબેલા ગામે રહેતા અને વાડી વાવતા મધ્યપ્રદેશના વતની કૈલાશ મગનભાઈ માવી, ઉ.વ.૩૬ની કૈલાશના જ બનેવી રાજુ નહરૂ મહીડા અને બનેવીના ભાઈએ મળી ગળેટુંપી દઈ હત્યા નિપજાવી બંને નાસી છુટયાનો બનાવ પડધરી પોલીસ મથકે નોંધાયો છે. બનાવની વિગત એવી છે કે, આરોપી રાજુ ટંકારા પાસે પરિવાર સાથે રહી ખેતમજુરી કરતો હતો જયારે મરણ જનાર કૈલાશ પોતાના વતન એમ.પી.થી પાંચ માસ પહેલા જ પડધરીના ખાખરાબેલા આવ્યો હતો અને ત્યાં વાડી વાવતો હતો. કૈલાશનો બનેવી રાજુ અને તેનો ભાઈ કાજુ એમ બંને બનાવની રાતે કૈલાશના ઘરે આવ્યા હતા અને કૈલાશને ત્યાં જ જમ્યા હતા. બાદમાં ત્રણેય વાડીએ સુવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. વહેલી સવારે કૈલાશનો બનેવી રાજુ તથા તેનો ભાઇ કાજુ કૈલાશની ઓરડી પર આવ્યા હતા અને મરણ જનારની પત્ની પાસે ઠંડી લાગતી હોય ગોદડા માંગ્યા હતા. કૈલાશની પત્નીએ પોતાના પતિ વીશે પુછતાં બંને ભાઈઓએ તે વાડીએ સુતા છે તેવું કહી ગોદડા લઈને નીકળી ગયા હતા. સવારે પોતાનો પતિ ઘરે નહીં આવતા વાડીએ તપાસ કરતા કૈલાશ મગનભાઇ મરણ પામેલ હાલતમાં પડેલ હતો. મૃતકના ગળા પર ટુંપો દીધાના આંગળા અને નખના નિશાનો હોવાથી પોલીસને શંકા ઉપજી હતી. પી.એમ.માં પણ ગળેટુંપાથી મોતનું કારણ આવતા મૃતકની પત્ની સવિતાબેન કૈલાશભાઇ માવીની ફરિયાદના આધારે સાળાની હત્યા કરનાર બનેવી રાજુ અને બનેવીના ભાઈ કાજુ સામે હત્યાના આરોપસર ગુનો નોંધી બંને ટંકારા પાસે રહેતા હોય શોધખોળ અર્થે પોલીસ ત્યાં દોડી ગઈ હતી પરંતુ આરોપીઓ હાથ નહીં લાગતા બંને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપી રાજુ ઉર્ફે રાકેશ નાહરૂભાઇ મહીડા, ઉં.વ.ર૪, રહે.મુળ ગામ-ભાવટા, અવાસીયા ફળીયા, તા.ભાભરા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ, હાલ રહે.કોયલી ગજલી, તા.ટંકારા, જી.રાજકોટ વાળાને અટક કરી વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.(
Thursday, February 6, 2020
New
