કાલાવડની પોલીસે બિહાર જઇ અપહરણકારને ઝડપી સગીરાને છોડાવીઃ વેશ પલટો કરેલો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, February 6, 2020

કાલાવડની પોલીસે બિહાર જઇ અપહરણકારને ઝડપી સગીરાને છોડાવીઃ વેશ પલટો કરેલો

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુ.ર.નં.૦૩/૧૮/ આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ મુજબના કામના આરોપી અંગતકુમાર ઉર્ફે વિકી રાજુભાઇ મંડલ સગીર વયની દિકરીનું તા. ર૮/ર/ર૦૧૮ ના રોજ અપહરણ કરી લઇ ગયેલ હોય જે છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હોય જેથી પો.સબ ઇન્સ એસ.એમ.રાદડીયા, ફરીયાદીના ઘરની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા બીહાર રાજય નકસલી વિસ્તારમાં નેપાળ બોર્ડર પાસે તેના વતન ખાતે હોય જેથી બિહાર રાજય જવાની મંજુરી લઇ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની એક સ્પેશ્યલ ટીમ એ.એસ.આઇ. જયરાજસિંહ કિશોરસિંહ રાઠોડ તથા યુએલઆરઓ યુવરાજસજાડેજા જટુભા જાડેજા તથા યુએલઆરઓ રવિરાજસિંહ રાજનસિંહ જાડેજા બીહાર ખાતે મોકલવામાં આવેલ હોય જે ટીમ બીહાર વિસ્તારમાં થઇ ત્યા એક દિવસ વેશપલટો કરી રોકાણ કરી સીમરા ગામેથી આરોપીને શોધી કાઢી લાવેલ તથા સદરહું ગુન્હાના ફરીયાદીની સગીર વયની દિકરીને આ કામના આરોપીના કબજામાંથી છોડાવી લાવેલ. આરોપી અંગરકુમાર ઉર્ફે વિકી રાજુભાઇ મંડલ જાતે સુનાર (ઉ.રપ) રહે.સુમરાગામ થાનાડુમરા પોલીસ સ્ટેશન જીલ્લા સિતામઢી રાજય બિહારને આ કામગીરી કરનાર ટીમના યુએલઆરઓ મેરૂભાઇ વેલજીભાઇ ભુંડીયા હતા.