કચ્છમા કાયદાને પડકારીને નાની મોટી વાતોમાં ધમકી અને મારામારી સહિત એકબીજાને ડરાવવા ધમકાવવાના બનાવો વધ્યા છે. ભુજના માધાપર ગામના ૩૯ વર્ષીય પટેલ યુવાન ગોવિંદ હરજી હીરાણીએ કરેલી પોલીસ ફરિયાદ અનુસાર પોતે મમુઆરા ગામ નજીક જીપથી પસાર થતો હતો. ત્યારે ચાર શખસોએ તેમની જીપ રોકી ઝપાઝપી કરી તેને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોતે બુમાબુમ કરતા અન્ય લોકો આવી જવાના ડરથી તેને ઉઠાવી જવાનો પ્રયાસ કરનારા ચારેય શખ્સો નાસી છૂટ્યા હતા. આ અંગે ચાર આરોપીઓ માધાપરના મયુર વિનોદ દબાસિયા, તેમ જ તેના સાગરીતો અક્ષયરાજસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા,ઙ્ગ જયવીરસિંહ અનિરુદ્ઘસિંહ જાડેજા, રમજાન તૈયબ સમા સામે ફરિયાદ લખાવી હતી. મયુર દબાસિયાએ પોતાના પિતા વિરુદ્ઘ કરાયેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદી ગોવિંદે જણાવ્યું હતું. જેને પગલે પદ્ઘર પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. એક આરોપી મયુર ફરાર છે.
Thursday, February 6, 2020
New
