સામખયારી પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સામખયારી મા આવેલ અમીઝરા હોટલ પાછળ ના સર્વે નંબર 50/1 નું ખેતર બજાજ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ ભાડે રાખ્યું છે ખેતરની ફરતે ફેન્સીંગ કરેલી છે અને આ ભાડે રાખેલા ખેતરમાં ગેટકો વીજ કંપની નો સરસામાન રાખ્યો છે તસ્કરોએ તે નિશાન બનાવીને ખેતરમાં ગેટકો કંપની ના સ્ટોરના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી રૂપિયા ૨૪૯૭૫૦ ની કિંમત ના ૧૦૫૪ કિલોગ્રામના એલ્યુમિનિયમના 185 બંડલ ચોરી કરીને લઇ ગયા હતા અહીં ચાર સિક્યુરિટી ગાર્ડ છે દિવસ દરમિયાન એક ગાર્ડ ફરજ નિભાવે છે ત્યારે રાત્રિના ત્રણ સિક્યુરિટી ગાર્ડ હોય છે દરમિયાન આ સામાન ચોરી થઇ ગયો છે આ અંગે સ્ટોર ઇન્ચાર્જ પ્રત્દ્યુયુત પચાનંદ સરકાર એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોર શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Wednesday, February 12, 2020
New
