કચ્છમાં પીયુસી સેન્ટરોને ખોટ થવા માંડી! કડક ચેકીંગ કરવા માગણી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, February 12, 2020

કચ્છમાં પીયુસી સેન્ટરોને ખોટ થવા માંડી! કડક ચેકીંગ કરવા માગણી

સરકારે મોટર વાહન નિયમમાં કરેલા ફેરફારમાં પીયુસી ફરજિયાત કર્યું છે. આમછતાં આરટીઓ કચેરીમાં અનેક કામગીરી પીયુસી વગર જ કરાતી હોવાથી પીયુસી ઓનર્સ એસોસીએશન દ્વારા આ અંગે આવેદનપત્ર આપીને ફરજિયાત ચેકીંગ કરવા માંગણી મુકી હતી. આ અંગે એસોસિએશને જણાવ્યું હતું કે, નિયમ મુજબ ફાળવાતી આરટીઓમાં વાહનના સંદર્ભમાં કરાતા કામમાં પીયુસી હોવું ફરજિયાત છે. પરંતુ અધિકારીઓ દ્વારા આ તરફે આંખ આડા કાન કરાઈ રહ્યા છે. વાહનને લગતી અનેક કામગીરીમાં પીયુસીના દસ્તાવેજો રજુ કરવાના હોય છે પરંતુ અનેક કામગીરી તેના વગર જ થઈ રહી છે. ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા ટ્રેક પર એચએસઆરપી નંબર પ્લેટવાળું વાહન તથા હેલમેટ ફરજિયાત ધ્યાને લેવાય છે પરંતુ પીયુસી તથા વિમાની કોઈ માંગણી કે ચકાસણી કરાતી નથી. હાલે પીયુસી અંગેનો નિયમ લવાતા કચ્છમાં અનેક લોકોએ પીયુસી સેન્ટર ચાલુ કરવા સરકારના નિયમ મુજબ ટેકનોલોજી વાળી મશીનરી, ઈન્ટરનેટ, કોમ્પ્યુટર , પ્રિન્ટર,સીસીટીવી કેમેરા વગેરે વસાવીને તેમાં રોકાણ કરેલું છે. બીજીતરફ રોડ પર કે આરટીઓમાં પીયુસીનું કોઈ ચેકીંગ થતું ન હોવાથી સેન્ટરોને મોટી ખોટ જઈ રહી છે.ત્યારે સરકારના નિયમોનું પાલન કરાવવા તંત્રો કડક પગલા ભર ેતેવી માંગણી ઉઠી છે.