ગાંધીધામના નવી સુંદરપુરીમાંથી પાંચ લાખના દારૂ સાથે એક પકડાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, February 12, 2020

ગાંધીધામના નવી સુંદરપુરીમાંથી પાંચ લાખના દારૂ સાથે એક પકડાયો

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામના નવી સુંદરપુરી સ્ટર્લીંગ હોસ્પિટલ રોડ આર્ય સમાજની વાડી પાસેથી પોલીસે રૂપિયા પાંચ લાખ 4 હજારની કિંમતનો 109 પેટીમાં 1308 બોટલ સાથે આરોપી મનસુખ ચમન ઉમટ ને ઝડપી પાડયો હતો પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું બોલેરો પીકઅપ જીપ નંબર જીજે 12 બીટી 4680 સહિત કુલ રૃપિયા આઠ લાખ દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો રેડ દરમિયાન પોલીસને શિવરાજસિંહ મદનસિંહ શેખાવત, અને પ્રકાશ ઉર્ફે પકાડો કાનજી માતંગ હાથમાં આવ્યા નથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.