ગાંધીધામ ચેમ્બર ખાતે બજેટની સમીક્ષા અને ચર્ચા વિમર્શ કાર્યક્રમ યોજાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, February 3, 2020

ગાંધીધામ ચેમ્બર ખાતે બજેટની સમીક્ષા અને ચર્ચા વિમર્શ કાર્યક્રમ યોજાયો

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ચાર્ટડ એકાઉન્ટટ – ગાંધીધામ કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧નાં જીવંત પ્રસારણને બતાવવાનો એક કાર્યક્રમ ચેમ્બર ભવન મધ્યે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ચેમ્બરનાં પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખ, કાર્યવાહક સમિતિના સભ્યો, ચાર્ટડ એકાઉન્ટટ ગાંધીધામ બ્રાંચના પદાધિકારીઓ અને સભ્યો ઉપરાંત વ્યાપારી આલમ કેન્દ્રીય બજેટનાં જીવંત પ્રસારણમાં હાજરી આપેલ. બજેટ માં પ્રસારણ બાદ ઉપસ્થિત આ વિશે પોતાના પ્રતિભાવ અને મંતવ્યોની આપલે કરી હતી ચેમ્બર પ્રમુખ અનિલ કુમાર જૈને આજે રજૂ થયેલું બજેટ વ્યવહારિક અને લાંબા ગાનું ગણાવતાં જણાવ્યું કે જેમાં સમાજના લગભગ તમામ વર્ગની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી છે.આપણો દેશ મોટો અને વૈવિધ્યસભર છે જેની વસ્તી ૧.૩૫ અબજથી વધુ લોકોની છે અને જેમાં ૧૫ થી ૬૦ વર્ષની વય મર્યાદા  ધરાવતા લોકોની વસ્તી વધુ છે જો તે વ્યવસ્થિત યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે તો દેશનો ઝડપથી વિકાસ સાઘી શકાય તેમ છે ગાંધીધામ ચેમ્બર ચેમ્બર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કૃતજ્ઞતા સાથે સ્વીકારે છે કે નાણાં પ્રધાને ઉદ્યોગસાહસિકતા ભાવનામાં ખૂબ જ વિશ્વાસ મૂકીને વાત કરી છે અને તે નીતી ને દેશનો સર્વોચ્ચ નેતાઓનાં અભિગમમાં મૂળભૂત પરિવર્તન તરીકે આવકારીએ છીએ હમણાં સુધી ઉદ્યોગપતિઓ પર સામાન્ય રીતે શંકાની સોય રોકવામાં આવતી રહી છે. સ્ટાર્ટ અપ, મેન્યુફેક્ચરિંગ અને MSME સેક્ટર, ટેક્સ એડમિનિસ્ટ્રેશનમાં પારદર્શિતા, આકારણી અને અપિલના ડિજિટલાઈઝેશન, ટેક્સ પેયર ચાર્ટરનો સમાવેશ, વ્યવહારમાં ન્યાય, વગેરેની તરફેણમાં કરેલા નિવેદન અને ઉતમ પગલાંઓ, દેશમાં વેપારના સમુદાય દ્વારા વિકાસમાં આપેલ ફાળા સ્વીકૃતિ છે.કોઈ પણ દેશ, ઉદ્યોપતિઓ કે જેણે સંપતિ બનાવવામાં અને તેમનાં રોજગાર માટેનાં સાહસોમાં જેમણે મોટાં જોખમો ઉઠાવ્યા હોય તેને સમાજમાં યોગ્ય સ્થાન આપ્યા વગર પ્રગતિ સાધી શકે નહીં. જેને વિરદી ને આપણા નેતાઓએ એક નવી દિશા નિર્ધારિત કરી છે જે યુવાનોને જોબ મેળવવા માંગનારને બદલે જોબ આપનાર બનવા માટે પ્રોત્સાહિત કરશે. ઉપરોક્ત સંદર્ભ અમે આ બજેટમાં નાણા મંત્રી દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓ જેવાકે ઓડિટ મર્યાદામાં ૫ કરોડ કરવા, આઇટી વિવાદ નિવારણ યોજના, સ્ટાર્ટ અપમાં કર મુક્તિ અને ESOP સરળતા, મેન્યુફેક્ચરિંગ અને એમએસએમઈ ક્ષેત્ર પર કેન્દ્રિત ધ્યાન, કરી વહીવટમાં પારદર્શિતા, વિવાદ નિવારણ યોજના વગેરે જેવા પગલાં વ્યાપારિક આલમ માટે વિશ્વાસ વધારનાર છે.કચ્છના ધોળાવીરા અને વિશ્વના પર્યટન નકશા પર વિકસાવવા માટે પસંદ કરવામાં આવ્યાની ઘોષણાને અમે આવકારીએ છીએ. કચ્છમાં પર્યટનમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે અને આ પગલાંથી તે ચોક્કસપણે આગળ વધશે.જો કે અમે થોડા હજુ થોડા વધુ પગલાંની અપેક્ષા રાખી હતી જેમકે સ્થાવર મિલકત ક્ષેત્રમાં વર્તમાન સમયમાં પ્રવર્તતી મંદી ને દૂર કરવા માટે કેટલાક ઉત્તેજક પગલાં ભરવાં, શ્રીમંત ખેડુતોકે જેઓ ૨૦ લાખથી વધુની આવક ધરાવે છે તેઓને કરવેરાનાં માળખાંમાં સમાવીને સરકારે પોતાની આવક તો વધારી છે પરંતુ બાકીના લોકોને કરવેરામાં રહેતો આપીને હજુ થોડા વધારે ફાયદો કરાવી શકાયો હોત તેમજ લાંબા ગાળાનાં મૂડી નફો પર કરવેરામાં રાહત જરૂરિયાત હતી. એકંદરે, આપણા અર્થતંત્રની જટિલતા અને વિશ્વ વ્યાપી મંદી જોતા આ બજેટ આપણા દેશની સતત વૃદ્ધિ ની વાર્તામાં ઉત્તમ કવાયત છે એમ ચેમ્બર પ્રમુખ અનિલ કુમાર જૈને જણાવ્યું હતું.