ભુજમાં ભીડ નાકા આઝાદ ચોક ગુજરી બજારમાંથી પોલીસે ચાર શખ્સોને 20 મોબાઇલ અને બે એલસીડી ટીવી સાથે ઝડપી પાડયા હતા અને પ્રભુ નગર માં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે ભુજમાં ભીડ નાકા આઝાદ ચોક ગુજરી બજારમાં અલગ અલગ ટીમ બનાવીને શંકાસ્પદ શખ્સોની વોચ ગોઠવી હતી જેમાં ચાર શખ્સોની હિલચાલ શંકાસ્પદ લાગતા તેમને ઝડપી પાડયા હતા આરોપી શામજી બાબુ કોલી ના કબ્જા માંથી એક એલઈડી ટીવી અને છ મોબાઇલ ફોન આરોપી મંગલ જેમલ કોલી રહે અંજાર ના કબ્જા માંથી છ મોબાઇલ ફોન, આરોપીનાં નાનજી રામા કોલી રહે ગાંધીધામ ના કબ્જા માંથી બે મોબાઇલ ફોન અને આરોપી કાનજી સુરા કોલી રહે વિજયનગર અંજાર ના કબજામાંથી ઍલીડી ટીવી અને 6 મોબાઇલ ફોન સહિત ચારેય આરોપીઓ ના કબજામાંથી કુલ રૂપિયા એક લાખ 4500 ની કિંમત ના 20 મોબાઇલ અને બે એલઈડી ટીવી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પૂછપરછ દરમિયાન ભુજના પ્રભુ નગર માં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
Monday, February 3, 2020
New
