રાપર તાલુકાના મેડક વરણેશ્વર દાદા ના મંદિર થી આગળ જતાં રણમાં કાર પલટી મારી જતાં ચાલકનું મૃત્યુ નીપજયું હતું અને એકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર તળે ખસેડવામાં આવ્યા હતા બીજા બનાવમાં ભચાઉ તાલુકાના ચોપડવા નજીક આવેલી કંપનીમાં ભઠ્ઠી ની બાજુમાં સૂતેલા શ્રમજીવી ઉપર મશીન ચડી જતા ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આડેસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મેડક વરણેશ્વર દાદા ના મંદિર થી આગળ જતા રણમાં નંબર વગરની ઈઓન કાર ઉપર થી ચાલક સકત્તાભાઈ રામજીભાઈ ભરવાડ એ કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઇ હતી ગંભીર ઈજાઓ પહોંચતા સતા ભાઈ ભરવાડ રહે જુના કટારીયા નુ ગંભીર હાલતમાં મૃત્યુ નીપજયું હતું અને સાહેદ નવીન ભાઈ મેઘાભાઇ ભરવાડ ને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બીજા બનાવમાં ભચાઉ પોલીસે વિગતો આપતા કહ્યું હતું કે ચોપડવા નજીક આવેલી અરિહંત કંપનીમાં સંજયભાઈ પારગી નાઈટ ડ્યુટી માં કામ કરીને ભઠ્ઠા પાસે સુતા હતા ત્યારે આરોપી કેદાર ચિંતામન શાવ એ પુશર મશીન બેદરકારીથી ચલાવી તમે છાતી ઉપર ના ભાગે ચડાવી દેતા ગંભીર હાલતમાં સંજયભાઈ પારગી નું મૃત્યુ નીપજયું હતું પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
Monday, February 3, 2020
New
