એસ.ઓ.જી પોલીસે કાલીયાકુવા પાસેથી ત્રણ શખ્શો ગુન્હાને અંજામ આપે તે પહેલા દેશી બંદૂક સાથે દબોચ્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, February 3, 2020

એસ.ઓ.જી પોલીસે કાલીયાકુવા પાસેથી ત્રણ શખ્શો ગુન્હાને અંજામ આપે તે પહેલા દેશી બંદૂક સાથે દબોચ્યા

અરવલ્લી જીલ્લા એસઓજી પીઆઈ જે.પી.ભરવાડ ના માર્ગદર્શન હેઠળ જીલ્લા એસઓજી ટીમે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સઘન ચેકીંગ હાથધરાતા એસઓજી કર્મચારી રાજેશભાઈ,અતુલ ભાઈ અને ઇન્દ્રસિંહ ને ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે બાઈક પર શખ્શો ગુજરાતમાં પ્રવેશવાની બાતમી મળતા મેઘરજ કાલીયાકુવા પાસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી રાજસ્થાન તરફથી બાઈક પર આવતા ૧ ) અર્જુનભાઇ પુજાભાઇ ડામોર, ૨ ) સોમાભાઇ હિરાભાઇ ડામોર, ( ૩ પર્વત ઉર્ફે ઘટુસિંગ ભાથીભાઇ ડામોર(તમામ, રહે, ડુકા કેશરપુરા, રાજસ્થાન ) ને અટકાવી તલાસી લેતા તેમની પાસેથી દેશી હાથબનાવટની બંદૂક મળી આવતા ત્રણે શખ્શોને દેશી બંદૂક અને બાઈક કુલ.કી.૩૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.