પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાં થતી ધરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓ અટકાવવા તથા ચોર મુદામાલ શોધી ગુન્હાઓે ડીટેકટ કરવા તેમજ નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા કાર્યવાહી કરવા એલ.સી બી. પોલીસ ઇન્સ્પેકટર ડીએમ.ઢોલને સુચના કરેલ, જે અન્વયે પોલીસ ઇન્સ.શ્રી ડી એમ.ઢોલ સા.-એ એલ સીબી. ટીમને સુરેન્દ્રનગર જીલ્લામાંથી અગાઉ ચોરીમાં પકડાયેલ ઇસમોની હાલની પ્રવૃતિ અંગે માહિતી મેળવી, ધરફોડ ચોરીના ગુન્કાઓ ડીટેકટ કરી ચોર મુદામાલ શોધી કાઢવા સુચના આપેલ, જે મુજબ એલ.સી.બી. ટીમ રતનપર, નદીના કાંઠે ખાનગી બાતમી આધારે વોચ ગોઠવી આરોપીઓ (૧) ઇબ્રાહીમ અલુભાઇ મોવર ઉવ.ર૬ રહે. રતનપર, મીલની ચાલી તા.વઢવાણ (૨) હૈદર જુસબભાઇ મોવર ઉવ.૨ર૬ રહે રતનપર, મીલની યાલી, શેરી નંબર-૧૫ તા.વઢવાણ વાળાઓને પકડી પાડી તેઓના કબજામાંથી આધાર પુરાવા કે બીલ વગરના ચોરીમાં મેળવેલ સોનાના દાગીના વજન ૨૪ ૫૬૦ ગ્રામ કીગ્ન.૧,૦૦.૦૫૫/- તથા ચાંદીના દાગીના વજન ૬૫૨,૯૮૦ ગ્રામ કી ગ્ર ૩૭.૭૦૦/- મળી કુલ ગ્ર.૧,૩૭,૭૫૫/- નો મુદામાલ મળી આવતા સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબની કાર્યવાઠી કરી, મજકુર ઇસમોની પુછપરછ કરી હતી.પુછપરછ દરમિયાન આરોપીઓએ જણાવેલ કે દશેક દિવસ પહેલા હનીફ રહે.રતનપર તથા આબીદ અલુભાઇ મોવર એમ ચારેયે ભેગા મળી રતનપર, મીલની ચાલી, શેરી નંબર-૧૪ માં તાયરના કારખાના સામે આવેલ જુસબભાઇ દુકાન વાળાનું બંધ મકાનમાંથી રોકડા ર્ર ૧૦,૦૦૦/-, ચાંદીના ઝાંજરી જેવા છડા, સોનાનું બાજુ બંધ (લોકેટ), નાકના દાણા (યુંક) નંગ-ર, ચાંદીનો સીકકા નંગ-૧ ની ચોરી કરેલ જ્યારે બીજા બનાવમાં રતનપર, મફતીયાપરામાં હનીફની બાજુમાં રહેતા રંજનબેનના બંધ મકાનની તીજોરીમાંથી ચાંદીના છડા નંગ-૨, કડલી નંગ-૨ર, ચાંદીની વીટી નંગ-૧ ની ચોરી કરેલ જ્યારે ત્રીજા બનાવમાં હૈદરભાઇ જુસબભાઇ મોવર તથા આબીદ અલુભાઇ મોવર રહે રતનપર વાળા એમ બન્નેએ ભેગા મળી રતનપર, ખોજાના કબ્રસ્તાન સામે આવેલ મકાનની તીજોરીમાંથી રોકડા રૂ..૨૩,૦૦૦/-, ચાંદીના છડા નંગ-૧, સોનાની વીટી નંગ-૧, ચાંદીની વીટી નંગ-૧, નાકમાં પરહેવાની યુક નંગ-૧ ની ચોરી કરેલ તેમજ હનીફભાઇ યુનુસભાઇ સધી રહે. રતનપર તથા આબીદ અલુભાઇ મોવર એમ ચારેયે ભેગા મળી રતનપર, ૩૪ નંબર પાસે, જુસબભાઇનો ભંગારના ડેલામાંથી તાબાના વાયરના વાયરની યોરી કરેલ છે. અન્ય બનાવમાં ચારેયે ભેગા મળી સુરેન્દ્રનગર, દુધરેજ નર્મદા કેનાલ આગળ ગલ્લામાંથી ગેસના બાટલાની ચોરી કરેલ હોવાની કબુલાત કરતા હોય, મજકુર બંને આરોપીઓને જોરાવરનગર પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.
Monday, February 3, 2020
New
