અંજાર શહેર શિવસેના દ્રારા અંજાર મધ્યે અંજાર શહેરના તમામ વિર્ધાથીઓ માટે નિ:શુલ્ક બ્લડ ગ્રુપ ચેક અપ માટેની વ્યવસ્થા કરેલ છે.આજ રોજ અંજાર પ્રાથમીક શાળા નં.૧૮ તેમજ શાળા નં.૧૭ ના વિર્ધાથીઓ દ્રારા બ્લડ ગ્રુપ ચેક અપ કરવામાં આવ્યા હતા ને લગભગ ૮૦ થી પણ વધુ વિર્ધાથીઓ એ ચેક અપ કરાવ્યું હતું.શિવસેના દ્રારા આ બ્લડ ગ્રુપ ચેક અપની વ્યવસ્થા શિવસેનાની હોસ્પિટલ પર કરવામાં આવી હતી.
આ ચેક અપ કેમ્પ માં સેવા આપનાર શિવસેનાની ટીમના ડો.જશરાજ ભાનુશાલી,ડો.રાખીબેન ભાનુશાલી,હંસરાજ ભાનુશાલી,હિતેષ બોચીયા અને કેશભાઇ બાપોદ્રા એ પોતાની સેવા આપી હતી.શિવસેના દ્રારા આ કેમ્પ ૩૦ દિવસ સુધી પોતાની હોસ્પિટલ પર ચાલુ રાખવામા આવશે અને અંજાર શહેરના તમામ વિર્ધાથીઓને આ ચેક અપ કેમ્પનો લાભ લેવામાં આવે તેવું જણાવવામાં આવે છે.શિવસેના અંજાર તાલુકા પ્રમુખ ધવલ ભટ્ટ દ્રારા આ પ્રેસનોટ દ્રારા જણાવવામાં આવે છે
