બનાવની મળતી વિગતો મુજબ સયાજીનગરી ટ્રેનમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલી ની બંદુક ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ કેસમાં પોલીસે એક પછી એક તમામ આરોપીઓને પકડી પાડયા છે મુખ્ય સૂત્રધાર માજી ધારાસભ્ય છબીલ પટેલ ની પણ ધરપકડ કરી હતી છબીલ પટેલ હત્યાકાંડ બાદ વિદેશ નાસી ગયા હતા તે દરમિયાન તે તેના વેવાઈના અને અન્યના સંપર્કમાં રહીને હત્યાકાંડના સાક્ષી પવન મોરની નુકસાન પહોંચાડવા માટે રેકી કરાવી હતી જેના પગલે પોલીસે છબીલ પટેલ તેમના વેવાઈ રસિક પટેલ પિયુષ વસાણી અને કૉમેશ પોકાર સામે ગુનો નોંધ્યો હતો આ કેસમાં છબીલ પટેલ ના વેવાઇ અને તેના બે પાર્ટનરને કોર્ટે જામીન મુક્ત કર્યા હતા અને છબીલ પટેલ એ હાઇકોર્ટમાં જામીનની અરજી કરતા તેમને પણ હવે આ કેસમાં કોર્ટે જામીન આપ્યા છે પરંતુ તે જયંતિભાઇ ભાનુશાળીની હત્યા માં જેલમાં જ રહેશે તેમ સૂત્રો એ જણાવ્યું હતું
Tuesday, February 4, 2020
New
