ભચાઉ તાલુકાના ચોબારી વાડી વિસ્તારમાંથી પોલીસે ઘાસમાં સંતાડેલો ૫૦૦ પેટી દા જથ્થા સાથે એકને ઝડપી પાડયો હતો વહેલી સવારની આ કામગીરી કરવામાં આવી છે આ લખાય છે ત્યાં સુધીમાં પોલીસે દા ના જથ્થાની ગણતરી કરી રહી છે.પોલીસ સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે ચોબારી વાડી વિસ્તારમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે રેડ પાડીને ઘાસમાં સંતાડેલો આશરે ૫૦૦ પેટી દાનો જથ્થો ઝડપી પાડયો હતો લાખોની કિંમતના દાના જથ્થા સાથે વિષ્ણુ આહિર નામનો આરોપી ઝડપાયો હતો યારે અન્ય બે થી ત્રણ આરોપીઓ નાસી ગયા છે આ લખાય છે ત્યાં સુધીમાં ભચાઉ પોલીસે વાડી વિસ્તારમાંથી દાનો જથ્થો ભરીને પોલીસ સ્ટેશન લઇ આવી છે અને અને જથ્થાની ગણતરી કરવામાં આવી રહી છે પૂર્વ બાતમીના આધારે પીઆઈ એમ.એસ જેતપરિયા, પીએસઆઇ મકવાણા, વિશ્વજીતસિંહ , અરવિંદસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, અશોકભાઈ ઠાકોર, સહિતના સ્ટાફે વાડી વિસ્તારમાં રેડ પાડી ઘાસમાં સંતાડેલો દા ઝડપી પાડયો હતો આ અંગે પોલીસ દ્રારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે.
Monday, February 3, 2020
New
