અંજાર પાલિકાની સામાન્ય સભા: વિકાસ કાર્યેાને બહાલી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, February 3, 2020

અંજાર પાલિકાની સામાન્ય સભા: વિકાસ કાર્યેાને બહાલી

અંજાર નગરપાલિકાના પ્રમુખ રાજેશભાઈ વી.ઠક્કરના અધ્યક્ષ સ્થાને રાબેતા મુજબની ત્રિમાસીક સામાન્ય સભાની બેઠક મુખ્ય સભાખડં ખાતે મળી હતી. આ બેઠકમાં ભારત સરકાર તરફથી લાગુ કરાયેલ સીએએના સમર્થન બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તથા કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવી ઠરાવ પસાર કરાયો હતો.વિકેન્દ્રીત જિલ્લા આયોજન ગ્રાન્ટમાંથી રૂપિયા પચ્ચીસ લાખના ખર્ચે વિવિધ કામો જેમાં પ્રાથમિક શાળા નં.૭ની કમ્પાઉન્ડ વોલ, અંજાર નગરપાલિકા સંચાલિત પબ્લીક પાર્કમાં ઈન્ટર લોકિંગ પેવર બ્લોકનું કામ તથા ગઢવાડીમાં આસીસી પાણીનો બોર, સબમર્સિબલ ઈલેકટ્રીક મોટર પપં સેટ, પેનલ બોર્ડ તથા તેને લગતી આનુસંગિક માલ સામગ્રી ખરીદ કરવાની મંજુરી આપવામાં આવી હતી.૧૪મા નાણાપંચની ગ્રાન્ટમાંથી જુદા જુદા સ્થળોએ વીજ થાંભલા કે રોડલાઈટ ન હોવાના કારણે ટયુબલાઈટ ફીચર સેટ લાગી શકે તેમ ન હોઈ તે માટે જરૂરી અંદાજીત ખર્ચ રૂપિયા વીસ લાખને બહાલી આપવામાં આવી.શહેરના જુદા જુદા વિસ્તારમાં પેવરબ્લોક કામ અને કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૂા.૮.૫૦ લાખ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ખર્ચને મંજુરી આપવામાં આવેલ છે.૧૪મા નાણાપંચની ગ્રાન્ટમાંથી અંજાર નગરપાલિકાના પબ્લીક પાર્કમાં વૃક્ષો અને મેંદીના ગ્રાઉન્ડમાં પાણી આપવા માટે રૂા.૧૩.૬૮ લાખના ખર્ચે મંજુરી આપવામાં આવી હતી.એસ.જે.એમ.એમ.એસ.વી.વાય. ગ્રાન્ટમાંથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ રિસફેસિંગ કામ માટે રૂા.૨૯.૯૩ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.૧૪મા નાણાપંચની ગ્રાન્ટમાંથી વિજયનગર વિસ્તારમાં ૩ બોર ડી.આર.ના બનાવના રૂા.૪૩.૯૫ લાખ, ટયુબવેલ નં.૧ પર જુની ઉચી ટાંકી પાસે ડીઆર બોર બનાવવા રૂા.૧૧.૩૧ લાખ અને ભુજ રોડ ટયુબવેલ નં.૪ના ઝોનમાં ડીઆર બોર–૨ બનાવવા રૂા.૨૨.૬૩ લાખ એમ કુલ ૭૭.૯૧ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.૧૪મા નાણાપંચની ગ્રાન્ટમાંથી શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણીનર લાઈન નાખવાના રૂા.૭.૧૧ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી તથા રૂા.૩.૩૦ લાખના ખર્ચે શહેરના વિવિધ વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી.યુડીપી ૮૮ ગ્રાન્ટ હેઠળ રૂા.૬૫ લાખના ખર્ચે શહેરના જુદા જુદા વિસ્તારમાં એલઈડી નાખવાની મંજુરી આપવામાં આવી હતી.જાહેર આરોગ્ય શાખામાં ડ્રેનેજ સફાઈને આનુસંગિક સાધનોની જરૂરત હોતા લાઈફ સપોર્ટ સીસ્ટમ, મોબાઈલ કસ્ટમાઈઝ, લાઈફ સપોર્ટ સીસ્ટમ, અંડર વોટર સર્ચ વીડિયો વિઝન કેમેરા, સેમ્પલિંગ પમ્બ, અક્ષિયલ બ્લોવર, એરફલો મોઈસ્થર બ્લોવર, સેફટી બેલ્ટ, હેલ્મેટ–રબર હેન્ડ ગ્લોવ્સ જેવા સાધનોના અંદાજિત રૂા.૪.૫૦ લાખને મંજુરી આપવામાં આવી હતી.સભામાં ૩૬માંથી ૨૭ સભ્યો હાજર રહ્યા હતા જેમાં શાસક પક્ષના નેતા ડેનીભાઈ શાહ, વિપક્ષના નેતા અકબરશા શેખ, આરોગ્ય વિભાગના ચેરમેન દીપકભાઈ આહિરે ચર્ચામાં ભાગ લીધો હતો. ચીફ ઓફિસ સંજયભાઈ પટેલ, કચેરી અધિક્ષક ખીમજીભાઈ સિંધવ, મીનીટસ કલાર્ક દીપકભાઈ વરૂએ મિટિંગની કામગીરી સંભાળેલ હતી.મિટિંગમાં ઉપપ્રમુખ ધર્મિાબેન એસ.ખાંડેકા, પૂર્વ પ્રમુખ સામજીભાઈ સિંધવ, પુષ્પાબેન ટાંક, કલ્પનાબેન શાહ, દીપકભાઈ આહિર, જયેન્દ્રસિંહ જાડેજા, રીતેષગર ગોસ્વામી, વિનોદ ગોટારા, પ્રકાશભાઈ કોડરાણી, સુરેશભાઈ ઓઝા, અનિલભાઈ પંડયા, બહાદુરસિંહ જાડેજા, ડાયાલાલ ડી.મઢવી, હેમલતાબેન પોમલ, મંજુલાબેન માતંગ, કુંદનબેન જેઠવા, મદિનાબેન લોઢિયા, જયશ્રીબેન મહેતા, હંસાબેન ઠક્કર, જયશ્રીબેન ઠક્કર, લીલાવંતીબેન પ્રજાપતિ, ગાયત્રીબા ઝાલા, શકિનાબેન કુંભાર, રોઝાતબેન સીદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભાની કામગીરી બાદ રાષ્ટ્ર્રગીતનાં ગાયન કરવામાં આવેલ હતું.