નાના કકરવામાં મકાનમાંથી રૂા.૩.૩૦ લાખની ચોરી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, February 3, 2020

નાના કકરવામાં મકાનમાંથી રૂા.૩.૩૦ લાખની ચોરી

ભચાઉ તાલુકાના નાના કકરવામાં તસ્કરોએ બધં મકાનને નિશાન બનાવી ને ખાટલા ના પાયા ટાંગેલ થેલીમાંથી રોકડા પિયા ૩ લાખ ૩૦ હજારની ચોરી કરીને લઇ ગયા હતા મકાન માલિક લ પ્રસંગે ચોપડવા ગયા હતા ત્યારે પાછળથી તસ્કરોએ ઘરને નિશાન બનાવીને ચોરી ના બનાવ ને અંજામ આપ્યો હતો.ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે નાના કરવામાં આવ્યા હતા રામીબેન ભીખાભાઈ મણકા ઉમર વર્ષ ૬૫ પરિવાર સાથે લ પ્રસંગે ચોપડવા ગયા હતા ત્યારે પાછળથી તસ્કરો તેમના મકાનને નિશાન બનાવીને બધં ઘરના તાળા તોડી અંદર ખાટલા ના પાયા ટાંગેલ થેલીમાં રાખેલા રોકડા પિયા ૩૩૦૦૦૦ ચોરી કરીને લઇ ગયા હતા મકાનમાલિક રામીબેન મણકા પીડબલ્યુડી વિભાગમાં નોકરી કરતા હતા અને તેમના પતિ પણ આજ વિભાગમાં નોકરી કરતા હતા બંને નિવૃત્ત થઈ ગયા હતા તેમના પતિનું અવસાન થઈ ગયું હતું બંનેની પેન્શન આવતું હતું અને બેંક ખાતામાંથી પિયા ઉપાડી ને ઘરે રાખ્યા હતા અને  થેલીમાં પલગં પર પિયા ભરેલો  થેલો ટાંગ્યો હતો તેવામા તેવો લ પ્રસંગે જતા પાછળથી તસ્કરો એ ઘરને નિશાન બનાવીને ચોરીના બનાવોને અંજામ આપી ગયા છે.
 તસ્કરો રોકડ રકમની સાથે સોના–ચાંદીના આભૂષણો પણ ચોરી કરીને લઇ ગયા હોવાનું બહાર આવ્યું છે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે