અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં નૃપેન્દ્ર મિશ્રને મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઇ છે. આ એ જ નૃપેન્દ્ર મિશ્રા છે જેમને નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનતા જ પોતાના પ્રધાન સચિવ તરીકે નિમણૂક કરાઇ હતી. મોદી જ્યારે 2019મા બીજી વખત પ્રધાનમંત્રી બન્યા તો મિશ્રાએ પદ છોડવાની રજૂઆત કરી અને સપ્ટેમ્બર 2019થી તેઓ પ્રધાનમંત્રી સચિવ પદ પરથી રિટાયર થઇ ગયા. તેમને અયોધ્યામાં રામ મંદિર નિર્માણની અગત્યની જવાબદારી મળવી એ વાતના સંકેત છે કે વડાપ્રધાન મોદી ખુદ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી કેટલાં નજીકથી જોડાયા છે. સૂત્રોએ જણાવ્યું છે કે મિશ્રાને નિર્માણ સમિતિના અધ્યક્ષ એટલા માટે જ બનાવ્યા જેથી કરીને મંદિરનું નિર્માણ પૂરી ભવ્યતાની સાથે સમયમર્યાદાની અંદર થાય. વડાપ્રધાન મંદિરમાં કોઇપણ પ્રકારની કમી છોડવા માંગતા નથી. આ બધી વાત સુનિશ્ચિત કરવા માટે એક એવી ઓથોરિટીની જરૂર મહેસૂસ થઇ કે જેમની કામ કરવાની સ્ટાઇલ પારખેલી હોય. વાત એમ છે કે રામ મંદિર આંદોલનથી સાધુ-સંતોનો ભાવનાત્મક પ્રેમ છે, એવામાં થોડી પણ કમી તેમની અંદર ઉકળાટ પેદા કરી શકે છે. આ સિવાય સંઘ પરિવારનો પણ અયોધ્યા આંદોલન સાથે ઊંડો સંબંધ છે. એટલું જ નહીં રામ મંદિરથી હિન્દુત્વના મૂળિયા જોડાયેલા છે. પ્રધાનમંત્રી આ વાતોને ગંભીરતાથી સમજે છે અને કોઇપણ પ્રકારનો બિલકુલ ખતરો ઉઠાવા માંગતા નથી. મિશ્રાને પસંદ કરવાનું એક કારણ એ પણ છે કે તેઓ યુપી કેડરના જ રિટાયર્ડ આઇએએસ ઓફિસર છે. પૂર્વ યુપીના દેવરિયાથી હોવાના લીધે તેઓ રાજ્યને શ્રેષ્ઠ રીતે સમજી શકે છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના ખાનગી સચિવ અને પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહના પણ પ્રધાન સચિવ રહી ચૂકયા છે. તેઓ બાબરી વિધ્વંસના સમયે કારસેવકો પર થયેલી કાર્યવાહીની વિરૂદ્ધ હતા અને તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવને પણ કારસેવકો સાથે નરમાઇથી રજૂ થવાની સલાહ આપી હતી. તેમણે યુપીની આબોહવાનો સારો અહેસાસ છે, આથી પણ તેઓ પ્રોજેકટને બિલકુલ સટીક રીતે અંજામ સુધી પહોંચાડવામાં સક્ષમ છે.
Thursday, February 20, 2020
New
