અમેરિકાના
રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જ ભારતે ભારતીય નેવી માટે
મલ્ટીરોલ હેલિકોપ્ટર ખરીદવાની ૨ અબજ ડોલરની ડીલને મંજૂરી આપી દીધી છે. અમેરિકાએ પણ
દિલ્હીની વાયુ સરહદને સુરક્ષિત કરવા માટે મિસાઈલ શીલ્ડ સિસ્ટમની રજુઆત કરી છે.
અમેરિકા પાસેથી ૨૪ એડવાન્સ્ડ ૬૦ રોમિયો
હેલિકોપ્ટરની આ ડીલ નેવી માટે ખુબ મહત્વની છે. કારણ કે તેના કેટલાક જહાજ જલદી
સમુદ્રમાં ઉતરવાના છે પરંતુ આ માટે એક સક્ષમ હેલિકોપ્ટર હજુ પણ તેની પાસે નથી. અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ અને
૨૫ ફેબ્રુઆરીના રોજ ભારતના બે દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યું કે
આ કરાર પર ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવશે. એડવાન્સ્ડ
હેલિકોપ્ટરથી યુદ્ધજહાજને દુશ્મનની સબમરીનોની જાણકારી મેળવીને નષ્ટ્ર કરવામાં મદદ
મળે છે. આવા હેલિકોપ્ટર ન હોવાના કારણે નેવી પાસે હિન્દ મહાસાગર વિસ્તારમાં
સબમરીનોની ભાળ મેળવવાની ક્ષમતા ઓછી છે. નેવીને ૧૨૦થી વધુ નેવલ મલ્ટી રોલ
હેલિકોપ્ટરની જર છે. નેવીએ આ માટે ઓગસ્ટ ૨૦૧૭માં ગ્લોબલ રિકવેસ્ટ બહાર પાડી હતી.
પરંતુ આ મામલો આગળ વધી શકયો નહતો. અત્રે
જણાવવાનું કે રોમિયો હેલિકોપ્ટર ભારતીય નેવી માટે ખુબ ખાસ છે. આ સપાટી અને સબમરીન
ભેદી યુદ્ધ અભિયાનોમાં ભારતીય નેવીની ક્ષમતાને વધારવામાં કારગર છે. આ હેલિકોપ્ટર
જંગી યુદ્ધ જહાજો, સબમરીન અથવા
દુશ્મનના અન્ય ઠેકાણા પર અચૂક નિશાન સાધવામાં સક્ષમ છે. સમુદ્રમાં શોધ અને બચાવ
કાર્યેામાં પણ આ હેલિકોપ્ટર ખુબ ઉપયોગી છે. અમેરિકા
તરફથી ભારતને નેશનલ એડવાન્સ્ડ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ આપવા ઉપર પણ વાત આગળ વધી
છે. આ સિસ્ટમથી દિલ્હીની હવા દ્રારા તમામ જોખમથી સુરક્ષા થઈ શકશે. આ સિસ્ટમની
વેલ્યુ લગભઘ ૧.૮ અબજ ડોલર છે. આ ડીલ અંગે અમેરિકી કોંગ્રેસને સૂચના અપાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે આ ડીલ પણ જલદી થઈ શકે છે.
આ માટે લેટર ઓફ એકસેપ્ટન્સ અમેરિકા તરફથી જાહેર કરવામાં આવ્યો હતો. સૂત્રોએ
જણાવ્યું કે અમેરિકાએ બહાર પાડી
દીધો છે. અમે રાજધાનીની સુરક્ષા માટે એડવાન્સ્ડ મિસાઈલ સિસ્ટમ મેળવવાની નજીક
પહોંચી ગયા છીએ. ભારત તરફથી હસ્તાક્ષર થયા બાદ એક કોન્ટ્રાકટ બની જશે. આ પ્રક્રિયા
થોડા અઠવાડિયામાં પૂરી થઈ શકે છે. ભારતે અમેરિકા પાસેથી ૧૮ અબજ ડોલરથી વધુના
ડિફેન્સ ઈકિવપમેન્ટ ખરીધા છે અને મિલેટ્રી લોજિસ્ટિકસ શેર કરવા અંગે કેટલાક કરાર
કર્યા છે. ભારત માટે અમેરિકા સૌથી મોટો મિલેટ્રી ટ્રેનિંગ પાર્ટનર પણ છે.
Thursday, February 20, 2020
New
