વેરાવળમાં કચરામાં પડેલી કાચની બરણીમાંથી એવી વસ્તુ મળી આવી કે, જોતજોતામાં લોકોના ટોળા ઉમટ્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, February 19, 2020

વેરાવળમાં કચરામાં પડેલી કાચની બરણીમાંથી એવી વસ્તુ મળી આવી કે, જોતજોતામાં લોકોના ટોળા ઉમટ્યા

કહેવાય છે માએ મા બીજા વગડાના વા આ કહેવત હવે ઘોર કળિયુગમાં ખોટી સાબિત થઈ રહી છે. આજના જમાનાની જનેતાઓ પોતાનું પાપ છૂપાવવા માટે પોતાના નવજાત બાળકો અથવા તો ભ્રૂણને રસ્તા વચ્ચે મૂકી આવતા સહેજ પણ અચકાતી નથી. ત્યારે ગીરસોમનાથના વેરાવળમાં કાચની બરણીમાં ભ્રૂણ મળી આવતા આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઘટનાને પગલે અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના લોકોએ જોયા બાદ બસ લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા કે, કોણ હશે આવી ક્રૂર જનેતા? કે પછી કોઈ હોસ્પિટલના કારસ્તાન હશે? શું માનવતા પરિવારી છે? આમ રસ્તે કચરાના ઢગલામાં ભ્રુણ રખડતા કરવાના? જેવો ગણગણાટ થઈ રહ્યો હતો. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વેરાવળની મુખ્ય બજાર સટ્ટા બજારમાં કાચની બે બરણીમાં બે સ્ત્રી ભ્રુણ મળી આવતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને બંને ભ્રુણ કબ્જે કરી પરીક્ષણ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ભ્રુણ કોણ મુકી ગયું, ક્યાંથી આવ્યા સહિત અનેક સવાલો ઉઠ્યા છે. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગીર સોમનાથમાં વેરાવળ શહેરની મુખ્ય બજારમાં એક ખતરનાક ઘટના ઘટી છે. વેરાવળની મુખ્ય બજાર સટ્ટા બજારમાં કાચની બે બરણીમાં ભ્રૂણ મળી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કોઈએ જાહેરમાં બરણીમાં ભ્રુણ ભરીને ફેંકી દીધા હોવાની વાતો વહેતી થઈ હતી. આ બે બરણીઓને જોવા લોકોના ટોળે ટોળાઓ કૌતુકને જોવા ઉમટી પડયા હતા. આ અંગે તાબડતોડ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસે મૃત ભ્રુણનો કબજો લઈને તેને હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.