પુલવામા હુમલાને એક વર્ષ પૂર્ણ : શહીદો ની યાદમાં બનેલા સ્મારકનું આજે થશે ઉદ્ઘાટન - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, February 14, 2020

પુલવામા હુમલાને એક વર્ષ પૂર્ણ : શહીદો ની યાદમાં બનેલા સ્મારકનું આજે થશે ઉદ્ઘાટન

ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં એક આતંકી હુમલામાં 44 CRPF જવાનો શહીદ થયા હતા. આ તમામની યાદમાં બનાવવામાં આવેલા સ્મારકનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સ્મારકમાં એ તમામ શહીદ જવાનોના નામની સાથે તેમની તસવીરો પણ હશે.  આ મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી તપાસ કરી રહી છે. પુલવામામાં ભારતીય જવાનોની બસ પર આત્મઘાતી હુમલો થયો હતો. આ ઘટના બાદ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી જેમાં અનેક આતંકી બેઝને નેસ્તોનાબુદ કરવામાં આવ્યા હતા. આજે આ શહીદોને દેશભરના નેતાઓ અને સૈન્ય જવાનોએ શ્રદ્ધાંજલિ આપી હતી.