New

ભારત પ્રવાસ માટે આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવી રહ્યા
છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી સરદાર પટેલ
સ્ટેડિયમ સુધી એક રોડ શો આયોજિત થવાની સંભાવના છે. સૂત્રોનું કહેવું છે કે, અમદાવાદ જિલ્લા અને શહેર ગ્રામીણના
શિક્ષા વિભાગોને 25,000 વિદ્યાર્થીઓની
વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, તો ગુજરાત
યુનિવર્સિટીના અધિકારીઓ પાસેથી પણ આ રીતની જ માગ કરવામાં આવી છે. તેના સિવાય લગભગ 1000 શિક્ષકોને ગ્રામીણ અને શહેરી બંને
સરકારી સ્કૂલોને દર્શકોનો ભાગ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. એવામાં AMC એરપોર્ટને ઈંદિરા બ્રિજથી જોડતા
રસ્તાની સાથે એક દિવાલનું નિર્માણ કરાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી
મોદી રોડ શો માટે જે રસ્તાઓ પર જશે, તેની વચ્ચે આ
વિસ્તાર આવે છે. આ રસ્તાના કિનારે 500 ઝુપડાઓ છે.
કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રમ્પને આ ઝુપડાઓ
ન દેખાય તે માટે AMC 7 ફૂટ ઊંચી લાંબી
દિવાલ બનાવી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકા જે દિવાલનું
નિર્માણ કરાવી રહી છે, તે અડધો કિલોમીટર
લાંબી અને 6
થી 7 ફૂટ ઊંચી છે. આ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરની તરફના રસ્તામાં પડે
છે. મોટેરામાં એરપોર્ટ અને સરદાર પટેલ સ્ટેડિયમની આસપાસ બ્યૂટિફિકેશન અભિયાન હેઠળ
દિવાલનું નિર્ણાણ કરવામાં આવી રહ્યું છે. AMCના એક અધિકારીએ
જણાવ્યું કે,
લગભગ 600 મીટરનાં અંતરે આવેલા સ્લમ ક્ષેત્રને કવર કરવા માટે 6 થી 7 ફૂટની ઊંચી દિવાલ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારબાદ પ્લાન્ટેશન
અભિયાન શરૂ કરવામાં આવશે. દશકા જૂના સરનિયાવાસ સ્લમ અરિયામાં 500થી વધારે ઝુપડીઓ છે અને લગભગ 2500 લોકો ત્યાં રહે છે. AMC બ્યૂટિફિકેશનના અભિયાન હેઠળ સાબરમતી
રિવર ફ્રંટ સ્ટ્રેચ વિસ્તારમાં ખજૂરના છોડવા લગાવી રહી છે. બુધવારે એક વીડિયો સામે આવ્યો, જેમાં રાષ્ટ્રપતિ
ટ્રમ્પ પત્રકારોને કહી રહ્યા છે કે, PM મોદીએ તેમને કહ્યું
છે કે એરપોર્ટથી નવા મોટેરા સ્ટેડિયમ સુધી તેમના સ્વાગત માટે 50 થી 70 લાખ લોકો રહેશે.