૫૦ વર્ષ સુધી અમેરિકાએ કરી ભારત-પાકિસ્તાનની જાસૂસી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, February 13, 2020

૫૦ વર્ષ સુધી અમેરિકાએ કરી ભારત-પાકિસ્તાનની જાસૂસી

અમેરિકાની સિક્રેટ એજન્સી એ અનેક વર્ષો સુધી દુનિયાના અનેક દેશોની જાસૂસી કરી છે. અમેરિકાના એક મોટા ન્યૂઝપેપરના જણાવ્યાનુસાર, સીઆઈએએ ભારત સહિત અનેક બીજા દેશોના એન્ક્રિપ્ટેડ મેસેજ અનેક વર્ષો સુધી વાંચ્યા છે. જે માટે એજન્સીએ સ્વિત્ઝર્લેન્ડની એક કંપનીની મદદ લીધી હતી. જે અન્ય દેશોની સરકારોની વિશ્વસનીય કંપની હતી. આ કંપની પાસે તેના જાસૂસો, સૈનિકો અને ડિપ્લોમેટ્સના સીક્રેટ કોમ્યુનિકેશન હતાં. જોકે, ખાસ વાત તો એ હતી કે આ સ્વિસ એજન્સીની માલિકીનો હક  પાસે હતો.વોશિંગ્ટન પોસ્ટ અને જર્મનીના સરકારી બ્રોડકાસ્ટરે મંગળવારે એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર, ક્રિપ્ટો એજી કંપનીએ અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી સાથે ૧૯૫૧માં એક કોન્ટ્રાક્ટ કર્યો હતો અને ત્યારબાદ તેની માલિકીનો હક ૧૯૭૦માં સીઆઈએને મળ્યો હતો. આ જોઈન્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સીઆઈએના ક્લાસિફાઈડ ડોક્યુમેન્ટથી ખુલાસો થયો છે કે કઈ રીતે અમેરિકા અને તેના સહયોગીઓએ વર્ષો સુધી ભોળપણનો ફાયદો ઉઠાવ્યો. તેમના રુપિયા પણ લીધા અને ડોક્યુમેન્ટ્સની ચોરી પણ કરી. કોમ્યુનિકેશન્સ અને ઈન્ફર્મેશન સિક્યોરિટીના એક્સપર્ટ્સ ધરાવતી આ કંપનીની સ્થાપના ૧૯૪૦ના દશકમાં એક સ્વતંત્ર કંપની તરીકે થઈ હતી.રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, સીઆઈએ અને નેશનલ સિક્યોરિટી એજન્સીએ સહયોગીઓ અને વિરોધીઓ બન્નેની જાસૂસી કરી હતી. ક્રિપ્ટો એજી કંપની ક્રિપ્ટોગ્રાફી ઉપકરણ બનાવવામાં એક્સપર્ટ છે. ૫૦થી પણ વધારે વર્ષ સુધી સ્વિસ કંપનીએ દુનિયાના અનેક દેશોના જાસૂસો, સૈનિકો અને ડિપ્લોમેટના સિક્રેટ કોમ્યુનિકેશનમાં સેંઘ મારી હતી. આ કંપની ઘણાં દેશોની વિશ્વસનિય કંપની હતી.રિપોર્ટ અનુસાર, આ કંપનીના ક્લાઈન્ટ્સની વાત કરવામાં આવે તો તેમાં ઈરાન, લેટિન અમેરિકાના દેશ, ભારત, પાકિસ્તાન અને વેટિકનનો સમાવેશ થાય છે. હાલ ભારત સરકાર તરફથી આ વિશે કોઈ જાણકારી સામે નથી આવી. જોકે, સ્વિસ કંપનીના કોઈપણ ક્લાયન્ટને આ વિશેની જાણકારી નહોતી કે સીઆઈએ આ કંપનીની માલિક છે અને ગુપચુપ તેની સૂચનાઓમાં સેંઘમારી કરી રહી છે.