રાપરમાં યુવતીના ચારિત્ર ઉપર કીચડ ઉડાડનાર શખ્સ સામે ફરિયાદ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, February 14, 2020

રાપરમાં યુવતીના ચારિત્ર ઉપર કીચડ ઉડાડનાર શખ્સ સામે ફરિયાદ


રાપરમાં મોબાઈલ ફોન ઉપર યુવતીના ચારિત્ર પર કીચડ ઉડાડીને ઓડિયો ક્લિપ વાયરલ કરનાર મુંબઈના શખ્સ સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાપર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, મૂળ ભચાઉ તાલુકાના વોંધ ના અને હાલે મુંબઈ રહેતો આરોપી દેવજી ધરમશી બંગાળી એ રાપર તાલુકાના એક ગામની ૨૬ વર્ષીય યુવતીના ચારિત્ર  અંગે હલકી વાતો કરીને તેનો ઓડીયો વોટ્સઅપમાં વાયરલ કર્યો હતો અને તે યુવતીને સમાજમાં બદનામ કરી છે જેના કારણે યુવતીની સગાઈ પણ તૂટી ગઈ છે અને સામાજિક નુકસાન પહોંચ્યું છે ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી દેવજી ધરમશી બંગાળી ફોટા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.