ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ
અમદાવાદના આંગણે તૈયાર થઇ ચૂક્યું છે. મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પના હાથે થશે ત્યારે સ્ટેડિયમની તસ્વીરો વાયરલ થઇ છે.
મોટેરા
સ્ટેડિયમના અંદરના ભાગનો ખુબસુરત નજારો કંઈક આવો છે. હજુ તો તૈયારી થઇ રહી છે. આ
સ્ટેડિયમમાં ૧ લાખ ૧૦ હજાર લોકો એક સાથે બેસીને ક્રિકેટની મજા માણી શકશે. એક લાખ
૧૦ હજાર પ્રેક્ષકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમ ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ
ગ્રાઉન્ડ કરતા મોટું હશે. આ સ્ટેડિયમની વિશેષ વાત એ છે કે આ આખું સ્ટેડિયમ ૬૩ એકર
જમીનમાં બનાવવામાં આવ્યું છે. જયારે તેને આખરી ઓપ અપાશે
ત્યારે અમદાવાદીઓ જોતા જ રહી જશે.
Friday, February 14, 2020
New
