ગાંધીધામના કાર્ગો એકતાનગર ઝૂપડામાં ગટરના પાણી બાબતે બે જૂથ વચ્ચે ટામી સહિતના હથિયારોથી મારામારી થઈ હતી પોલીસે સામસામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના એકતાનગર કાર્ગો ઝુંપડામાં રહેતા મુકેશભાઈ રમેશભાઈ દેવીપુજક ઉંમર વર્ષ 29 ઉપર ગટરના પાણી બાબતે બોલાચાલી અને ઝઘડો કરીને આરોપી રાજુ કેસા દેવીપુજક વિજય રાજુ દેવીપુજક અને પપ્પુ ઉર્ફે નરોતમ રાજુ દેવીપુજકએ ટામીથી હુમલો કરીને હથોડાથી માર્યા હતા. તો સામા પક્ષે નરોતમ રાજુ દેવીપુજકએ ફરિયાદએ ફરિયાદ નોંધાવી છે કે, ગટરના પાણી બાબતે આરોપી મુકેશ રમેશ દેવીપુજક અને રમેશ રેવા દેવીપુજકએ હુમલો કરીને લાકડીથી માર માર્યો હતો. આ અંગે બંને પક્ષોએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Friday, February 28, 2020
New
