આદિપુરના વોર્ડ 5/એ માં
રહેતા ભારાપરની સીમમાં આવેલી સ્ટાર કંપનીના એચ.આર ડાયરેક્ટરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી
રૂપિયા 2.82 લાખ ની
માલમત્તા
ચોરી કરીને લઇ ગયા હતા. આદિપુર
પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ 5 એ મકાન
નંબર 369 માં રહેતા અને ભારાપરની સાલુ કંપનીમાં ડાયરેક્ટર
તરીકે કાર્યરત અનિલભાઈ સતિષચંદ્ર પંડ્યાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરનાં મુખ્ય દરવાજાનું તાળું
તોડી કબાટમાં રાખેલ ચાંદીના સિક્કા સોનાના પેન્ડલ ઘડિયાળ લેપટોપ બેગ માં રાખેલ
રોકડા રૂપિયા 2000 ચાંદોના
તરબા ચાંદીની બોલપેન મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.82 લાખની
માલમત્તા ચોરી કરીને લઇ ગયા હતા. અનિલભાઈ પંડ્યા પરિવાર સાથે સામાજિક કાર્ય માટે પુના
ગયા હતા અને પુનાથી ઘરે આવવા પરત નીકળ્યા ત્યારબાદ પડોશીઓનો ચોરી અંગે ફોન આવ્યો
હતો તે પછી આખો ચોરીનો મામલો બહાર આવ્યો હતો. આ અંગે અનિલભાઈ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે
અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Friday, February 28, 2020
New
