ગાંધીધામ : નખત્રાણાની ત્રણ જ્વેલર્સ પેઢી ઉપર બે દિવસ સુધી ગાંધીધામ આયકર વિભાગના અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી હતી સતત બે દિવસ સુધી તપાસનો ધમધમાટ શરૂ થયા બાદ આશરે ૫૬ લાખ જેટલું ડીસ્કલોઝર જાહેર થવા પામ્યુ છે જેમાં 43 લાખ જેટલો ટેક્સ ભરવાની આયકર વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે. ચાલુ નાણાકીય વર્ષને અંતિમ મહિનો હોય આયકર વિભાગ દ્વારા તાજેતરમાં જ આદિપુરની ચાર જ્વેલર્સ પેઢી ને નિશાન પર લઈ તપાસ કરી હતી અને કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બીજા રાઉન્ડમાં નખત્રાણાની ત્રણ જ્વેલર્સ પેઢી પર પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી હતી સતત બે દિવસ સુધી આ ત્રણેય જવેલર્સ પેઢી પર તપાસનો ધમધમાટના અંતે ૫૬ લાખ ડિસ્ક્લોઝર બહાર આવ્યું છે જેમાં ૪૨ લાખ જેટલો ટેક્સ જમા કરાવવા માટે આયકર વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે. ગાંધીધામ આયકર વિભાગ દ્વારા નખત્રાણાની ગુરુદેવ કૃપા જવેલર્સ, હિંમતલાલ બેચરલ સોની અને મોહનલાલ પ્રાગજીભાઈ સોનીને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરી હતી આ ત્રણેય પેઢી પર સતત બે દિવસ સુધી ડોક્યુમેન્ટ ની તપાસણી બીલ આવક-જાવક સહિતની તમામ વિગતો તપાસ કરવામાં આવ્યા બાદ ગઈકાલ મોડી સાંજે ત્રણેય પેઢીનું મળી કુલ ૫૬ લાખ રૂપિયાનુ ડીસ્કલોઝર જાહેર થવા પામ્યું છે અને તે મુજબ આશરે 43 લાખ રૂપિયા જેટલો આવકવેરાનો ટેક્સ જમા કરાવવો પડશે. ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ મહિનો હોય આવકવેરા વિભાગ દ્વારા પણ ટેકસની વસુલાત માટે મળેલા ટાર્ગેટને ધ્યાનમાં લઈ કાર્યવાહી હાથ ધરી છે.જો કે પ્રવર્તમાન સમયમાં મંદીના માહોલમાં ઘણા ઓછા પ્રમાણમાં આવક વેરાની સરકારને આવક થઇ છે ત્યારે આવકવેરા વિભાગ દ્વારા ટાર્ગેટ ને પૂર્ણ કરવા માટે કાર્યવાહી આરંભી છે અને તેમાં પહેલા આદિપુર અને બાદમાં નખત્રાણામાં જવેલર્સ પેઢીઓને ત્યાં પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી હતી અને બંને શહેરોમાંથી લાખો રૂપિયાની કરચોરી બહાર આવી છે આ બંને સર્વેની કામગીરીમાં ટેક્સ ભરપાઇ કરવા માટે આવકવેરા વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ લાખ રૂપિયાનો ટેક્ષ વસુલવામાં આવશે.
Friday, February 28, 2020
New
