ભૂજમાં ફરી ગૌમાંસ ઝડપાયું : એક શખ્સ ધરપકડ કરી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, February 24, 2020

ભૂજમાં ફરી ગૌમાંસ ઝડપાયું : એક શખ્સ ધરપકડ કરી


ભુજના સુરલભીટ રોડ પર પોલીસે રેડ કરી ગૌવંશના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો આ અંગે મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ પોલીસ ના એસઓજી વિભાગ દ્વારા બાતમીના આધારે ચાંદચોક ખાતે રહેતા અનવર સાજન મોખાની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક શખ્સ અબ્દુલ ઈશા મોખા બનાવના સ્થળે હાજર મળી આવ્યો ન હતો તેને પકડી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આરોપી અનવર પાસેથી આશરે દોઢ કિલો જેટલો ગૌમાંસનો જથ્થો તેમજ સાધનો મળી 43 હજારથી વધુની રોકડ મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કાર્યવાહી દરમિયાન આરોપીની પૂછપરછ કરવામાં આવતા ગૌમાંસનો જથ્થો ક્યાંથી આવતો હતો અને પશુઓની કતલ ક્યા થતી હતી તે અંગેની વિગતો મેળવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.