મુન્દ્રામાં એસટીની વોલ્વો બસનો ચાલક દારૂની ૩૦ બોટલો સાથે ઝડપાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, February 22, 2020

મુન્દ્રામાં એસટીની વોલ્વો બસનો ચાલક દારૂની ૩૦ બોટલો સાથે ઝડપાયો

મુન્દ્રાની દિવના રૂટ પર ચાલતી એસટીની વોલ્વો બસનો ડ્રાઈવર લગેજમાં દારૂની બોટલો રાખી હોવાની બાતમી કોડિનાર પોલીસને જાણ થતા પોલીસે બસની ડિકી ચેક કરી હતી જેમાંથી તેમાં પ્રવાસીઓના સામાનની સાથે એક થેલામાં રાખવામાં આવેલી શરાબની ૩૦ બોટલ પણ મળી આવી હતી. પોલીસે શરાબનો જથ્થો કબજે કરીને બસ ચાલક ની ધરપકડ કરી હતી.કોડિનાર પોલીસે આરોપીની ધરપકડ કરીને અગાઉ આ રીતે કેટલી વખત દારૂની હેરાફેરી કરી છે અને તેમાં કોણ સંડોવાયેલ છે તેની તપાસ હાથ ધરી છે.