મોરબી : પંજાબ સહીત દેશના જુદાજુદા રાજ્યમાં બેંક લુંટ, હત્યા, હત્યાની કોશિશ સહીત 70 જેટલા ગુનામાં
સંડોવાયેલ પંજાબની લુટારુ ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો મોરબીમાં લુંટનો પ્રયાસ. મોરબી
નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં 6.44 લાખના મુદામાલની
લુંટ કરીને આરોપીઓ કારમાં નાશી ગયા હતા. જો કે, ગ્રામજનોની મદદથી પોલીસે આ કુખ્યાત ગેંગના
ચાર આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને તેની પાસેથી પાંચ વિદેશી બનાવટની પિસ્તોલ
સહીત કુલ મળીને છ પિસ્તોલ અને 130 કરતા પણ વધુ કાર્ટીસ કબજે કરીને મોરબી પોલીસને પંજાબની પોલીસ
જેને શોધતી હતી તે કુખ્યાત ગેંગને પકડવામાં મોટી સફળતા મળી છે. ગત 20 ફેબ્રુઆરીના રોડ
બપોર અઢી વાગ્યાના અસરમાં મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ બેંક ઓફ બરોડાની
શાખામાં રાબેતા મુજબની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક જ હાથમાં પિસ્તોલ
સાથે છ શખ્સ બેંકમાં આવ્યા હતા અને પહેલા તો સિક્યુરીટી ગાર્ડને મારમારીને તેની
પાસેથી તેની ગન પડાવી લીધી હતી ત્યાર બાદ બીઓબીના કેશિયર રમેશભાઈ ચાવડા પાસેથી 4.45.260 અને દેના
બેન્કના કેશિયર પાસેથી 1.57.840 રોકડા તેમજ બેન્કના સ્ટાફ સહીત બેંકમાં રહેલા પાંચ વ્યક્તિના મોબાઈલ
ફોનની લુંટ ચલાવી હતી અને આરોપીઓ સફેદ કલરની સ્વીફ્ટ કારમાં હળવદ તરફ નાશી ગયા હતા
જો કે, ધોળા દિવસે હાથમાં
હથિયારો ધારણ કરીને છ શખ્સો બેંકમાંથી 6.44 લાખની લુંટને નાશી ગયા છે તે મેસેજ સોશ્યલ
મીડિયામાં વાયરલ થયો હતો અને સાથોસાથ પોલીસે નાકાબંધી પણ કરાવી હોવાથી સ્વીફ્ટ
કારમાં નાશી ગયેલા આરોપી જીલ્લા બહાર નીકળી શકે તેવી કોઈ શક્યતા ન હતી જેથી કરીને
ચુપણી ગામ પાસે પોતાની ગાડી છોડીને પિસ્તોલ તેમજ કાર્ટીસ સાથે લઈને આરોપીઓ ખેતરમાં
ઘુસી ગયા હતા ત્યારે ગ્રામજનો અને પોલીસે તેને ચોતરફથી ઘેરી લેતા પોલીસે લુંટના
મુદામાલ તેમજ હથિયાર સાથે છ પૈકીના ચાર આરોપીને પકડી લીધા હતા. આજે પત્રકાર
પરિષદમાં એસપી ડો. કરનરાજ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા કુલ
મળીને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપીના દસ દિવસના રિમાન્ડ પણ મંજુર
કરવામાં આવ્યા છે જેથી કરીને પોલીસે તપાસ શરુ કરી છે જો કે, પકડાયેલા ચાર
આરોપીમાં એક આરોપી બલવિંદર સિંગ ગોળી મારીને હત્યા કરવા માટે કુખ્યાત હોવાથી તેને
ગોળી કહેતા હતા અને બીજો આરોપી અરુણકુમાર છરી મારીને હત્યા કરવા માટે કુખ્યાત છે
માટે તેનું નામ છુરી માર રાખવામાં આવ્યું છે અને હજુ બે આરોપીને પકડવાના બાકી છે
મોરબીની બેંકમાં લુંટ કરવા માટે આવેલ પંજાબની ગેંગના જે ચાર આરોપી પકડાયેલા છે. તેની પાસેથી પોલીસે લુંટમાં ગયેલા માલ સહીત હથિયારો કબજે કર્યા
છે તે જોઇને પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઈ હતી કેમ કે, પકડાયેલા આરોપી પાસેથી રશિયન, ઇટાલિયન, તૃકી વિગેરે દેશની
બનાવટ વાળી પાંચ પિસ્તોલ સહીત એક ભારતીય બનાવટની પિસ્તોલ અને 130 જેટલા જીવતા કાર્ટીસ, ત્રણ મેગ્જીન મળી
આવ્યા હતા એટલે કે લુંટની ઘટનાને અંજામ આપતા સમયે કોઇપણ તેનો પ્રતિકાર કરે તો
તેનું ધીમ ઢાળી દેવાનો આરોપીઓ દ્વારા પુરેપુરો પ્લાન ઘડવામાં આવ્યો હતો.
હળવદના ખેતારડી અને ચુપાણી ગામ પાસે લોકોએ મુખ્ય રસ્તા ઉપર વાહનો ઉભા રાખીને રસ્તો બંધ કરી દેતા આરોપી જંગલના રસ્તા બાજુ ભાગ્યા હતા જો કે ત્યાં કાર ચાલે તેમ ન હોવાથી કાર મુકીને ચાર આરોપી હથિયાર સાથે મકાઈના ઉભા ખેતરમાં ઘુસી ગયા હતા અને પોલીસ તેમજ લોકોએ તેને ઘેરી લીધા હોવાથી આરોપીએ બચવા માટે ફાયરીંગ પણ કર્યું હતું જો કે, પોલીસે આ વાતને સમર્થન આપ્યું નથી, પરંતુ ફાયરીંગ થતા હતા તે હક્કિત છે જે ચાર આરોપીની ધરપકડ કરી છે તેમાં મનદીપસિંગ પાલસિંગ જટ જાતે શીખ (ઉ 28), રહે મુંડાપીંડ પંજાબ વાળા ઉપર એનડીપીએસ, હત્યાની કોશિશ સહિતના કુલ મળીને આઠ જેટલા ગુના નોંધાયેલા છે અને તે વોન્ટેડ હતો અને આ ગેંગમાં પંજાબના અમૃતસરનો રહેવાસી અરુણકુમાર શ્રીલાલચંદ મજબી જાતે શીખ (ઉ 30) નો પણ સમાવેશ થાય છે તેના ઉપર લુંટના સાત, હત્યના પાંચ, હત્યાની કોશિશ સહિતના પંજાબના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં કુલ મળીને 16 થી વધુ ગુના નોંધાયેલા છે. જયારે મહેન્દ્રનગર ગામ પાસે બેન્કમાંથી ધોળા દિવસે લૂંટ કરવામાં આવી હતી ત્યારે આવેલા આરોપીઓમાં પંજાબના રામપુર બેલરોનના રહેવાસી સંદીપકુમાર ઉર્ફે રવિ ગુરુમેલસિંગ ગુર્જર (ઉ 30)નો સમાવેશ થાય છે જેના ઉપર હોશિયારપુર, તરન્તારા, અમૃતસર સહિતના પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2012 થી લઈને 2020 સુધીમાં આઠ લુંટ, ચાર હત્યા, ત્રણ હત્યાની કોશિશ સહીત કુલ મળીને 19 જેટલા ગુના નોંધાયેલા છે અને ચોથા આરોપી પંજાબના સાગરા ગામનો રહેવાસી બલવિંદર સિંગ ઉર્ફે ગોલી જોગીન્દરસિંગ જટ જાતે શીખ (ઉ 25) લોકોને ગોળી મારીને તેની હત્યા કરવા માટે કુખ્યાત છે જેથી કરીને તેને ગોલી તરીકે ઓળખવામાં આવતો હતો. આ શખ્સ ઉપર છેલ્લા બે જ વર્ષમાં બેંક લુંટના છ ગુના નોંધાયેલા છે અને તે પંજાબમાં વોન્ટેડ પણ હતો અત્યાર સુધી પંજાબના જુદાજુદા વિસ્તારોમાં એક કે બે નહિ પરંતુ 70 જેટલા રોબરી, હત્યા, હત્યાનો પ્રયાસ સહિતના ગુનાને અંજામ આપનારા આરોપીઓને પંજાબની પોલીસ પકડી શકી ન હતી અને મોરબી જીલ્લામાં ધોળા દિવસે લુંટ કરીને ભાગવા જતા આખી ગેંગ લુંટના મુદામાલ સાથે મળી આવી છે જેથી કરીને મોરબી પોલીસને પંજાબની રોબરી અને બેંક રોબરી સહિતના ગુનામાં સંડોવાયેલ તેમજ મોરબી જીલ્લામાં લુંટ કરનાર ગેંગને પકડવામાં મોટી સફળતા મળી છે.