CAAની સચ્ચાઈ જણાવવા રસ્તા પર ઉતરશે અમિત શાહ, ઓવૈસીના ગઢમાં કરશે રેલી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, February 21, 2020

CAAની સચ્ચાઈ જણાવવા રસ્તા પર ઉતરશે અમિત શાહ, ઓવૈસીના ગઢમાં કરશે રેલી

નાગરિકતા સુધારા કાયદા(સીએએ) પર થયેલા હોબાળા વચ્ચે હવે લોકોને સમજાવવા માટે ખુદ ગૃહમંત્રી અમિત શાહ રસ્તા પર ઉતરવાના છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આગલા મહિને 15 માર્ચના રોજ અમિત શાહ હૈદરાબાદમાં એક સીએએ સમર્થન રેલીને સંબોધિત કરવાના છે. ગૃહમંત્રીની આ રેલીને તેલંગાના પોલિસે મંજૂરી આપી દીધી છે. તેલંગાના ભારતીય જનતા પાર્ટી એકમના અધ્યક્ષ કે લક્ષ્‍મણે શાહની આ રેલી વિશે માહિતી આપી છે. તેલંગાના ભાજપ અધ્યક્ષ કે લક્ષ્‍મણે જણાવ્યુ કે રાજ્યમાં તેલંગાના રાષ્ટ્ર સમિતિ પાર્ટી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન સીએએ વિશે લોકોને ખોટી માહિતી આપી રહી છે, તેમને ભડકાવી રહી છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા કથિત ખોટા પ્રચારનો મુકાબલો કરવા માટે નાગરિકતા સુધારા અધિનિયમ પર ભાજપ કાયદાના યોગ્ય તથ્યો માટે એક રેલી કરશે જેમાં ખુદ ગૃહમંત્રી અમિત શાહ લોકોને સંબોધિત કરશે. કે લક્ષ્‍મણે આરોપ લગાવ્યો કે તેલંગાનાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કલ્યાણકારી યોજનાઓને લાગૂ કરી અને માત્ર ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓ માટે પગાર સુધારાની ઘોષણા કરી. કે લક્ષ્‍મણ મુજબ રાજ્યની આર્થિક સ્થિતિ લગભગ 3 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે છે જે તેને દેવાળિયુ બનાવી રહ્યુ હતુ. મીડિયા રિપોર્ટ્સ મુજબ 15 માર્ચે યોજાનાર ભાજપની રેલીમાં અભિનેતા-રાજનેતા અને જનસેના પાર્ટી(જેએસપી) પ્રમુખ પવન કલ્યાણ પણ અમિત શાહ સાથે મંચ શેર કરી શકે છે. જો આમ થાય તો, આ પહેલી વાર હશે જ્યારે બંને નેતા એકસાથે એકકાર્યક્રમને સંબોધિત કરશે કારણકે બંને પક્ષોએ ગયા મહિને તેલંગાના અને આંધ્રપ્રદેશમાં અધિકૃત ગઠબંધન કર્યુ હતુ. તેલંગાનાના હૈદરાબાદમાં યોજાનાર આ રેલીમાં અમિત શાહને સાંભળવા માટે ભારે સંખ્યામાં લોકો પહોંચવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે હૈદરાબાદમાં સીએએ માટે આકરો વિરોધ ચાલી રહ્યો છે. આ આઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનો ગઢ માનવામાં આવે છે. તેમણે પોતાની ઘણી રેલીઓમાં સીએએ માટે સરકાર પર નિશાન સાધ્યુ છે.