મુન્દ્રા : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા કાંડાગરાના સિરાચા ગામમાં મેડીકલ
ઑફીસર ડો. મૌલીક પીઠવા તથા ડો. જાનવીબેન ચાવડાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાના
આચાર્ય રીનાબેન પોપટના સહયોગથી શાળામાં અભ્યાસ કરતા ૨૨૦ કિશોર અને કિશોરીઓનું
હિમોગ્લોબીન તથા બ્લડ ગ્રુપની તપાસણી કરવામાં આવી હતી. ઉપરાંત બાળકોને આરોગ્ય
લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ જેમાં સારા આરોગ્ય માટે સારો પૌષ્ટિક આહાર,
લીલા શાકભાજી તથા સલાડ અને કઠોળ લેવા માટે સમજાવીને શાળામાં આપવામાં આવતી લોહતત્વની
ગોળી નિયમિત લેવાની સલાહ આપવામાં આવી હતી. આરોગ્ય નિદાન કેમ્પને સફળ બનાવવા માટે
લેબોરેટરી ટેકનેશીયન અંકિતાબેન ડોડિયા, સુપરવાઈઝર બ્રીજેશભાઈ ચારેલ, હેલ્થ કાર્યકર અશ્વિનકુમાર
મકવાણા, તુષાર દવે તથા સ્મિતાબેન પટેલે જહેમત ઉઠાવી હતી.
Saturday, February 8, 2020
New
