મુન્દ્રા
: પ્રધાનમંત્રીના "સહી પોષણ દેશ રોશન” આહવાનને ચરિતાર્થ કરવા માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન
હેઠળ બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણ સ્તરમાં વધારો કરવાના
હેતુથી આ વર્ષે સર્વે જન સમુદાય, સર્વે વિભાગો રાજ્યની તમામ
સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સહીયારા પ્રયાસથી સુપોષિત ગુજરાતના ભગીરથ કાર્યને પાર
પાડવા માટે ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત મુન્દ્રા તાલુકાની જીલ્લા પંચાયત
સદસ્યની ચાર સીટો ભદ્રેશ્વર, ભુજપર, નાના
કપાયા તથા મુન્દ્રા મુકામે પોષણ અંગેના કાર્યક્રમો રાખવામાં આવેલ હતા. જેમાં
ભદ્રેશ્વરમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષા છાયાબેન ગઢવી, મોટી ભુજપરમાં
દશરથબા ચૌહાણ, નાના કપાયામાં માનબાઈ દનીચા અને મુન્દ્રામાં
ઈલાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમો યોજવામાં આવેલ હતા. જેમાં નોડલ ઓફિસર જિલ્લા
રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.અરુણકુમાર કુર્મી, લાયઝન
અધિકારી બી.આર.સી. કો.ઓર્ડીનેટર મોહનલાલ પરમાર તથા તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ
જાડેજા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ગિરિવર બારિઆ, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ ગ્રામ પંચાયતના
સદસ્યો તેમજ જે તે ગામના આગેવાનો, ગ્રામ્યજનો, હેલ્થ વિભાગના કર્મચારીઓ, આંગણવાડી વર્કરો, તેડાગરો તથા ગામની મહિલાઓ બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી. પોષણ અભિયાન
કાર્યકમોની શરૂઆત આવેલ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય, પોષણ
આરતી તેમજ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીને કરવામાં આવી હતી. પછી ૬ થી ૯ માસના
બાળકોનું મંચસ્થ મહેમાનોના હસ્તે અન્નપ્રાશન કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ
બીજુ પિયર ઘર, વ્રુક્ષમાં બીજ તું, પોષણ
માટે અમુલ્ય ૧૦૦૦ દિવસ જેવી ફિલ્મોનું નિદર્શન કરવામાં
આવ્યું હતું. સાથે બાળકો દ્વારા પોષણ અદાલત વિષય પર નાટક રજુ કરીને લોકોમાં પોષણ
અંગે જાગૃતિ લાવવાની કોશિશ કરવામાં આવેલ હતી. ત્યાર બાદ બાળ તંદુરસ્ત હરીફાઈ,
વાનગી હરીફાઈ, હિમોગ્લોબીન ક્વીન કિશોરી
હરીફાઈમાં પ્રથમ ત્રણ નંબરે આવેલ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ
હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રીના જન ભાગીદારીના
ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે પાલક વાલીની વાત મુકેલ જેમાં એક બાળક દીઠ એક પાલક એમ
મુન્દ્રા તાલુકાના ૧૩૮ અતિ કુપોષિત બાળકોના પાલક વાલીઓનું શાલ - સન્માનપત્ર અને
પાલકવાલી પુસ્તિકા ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મહાનુભવોએ
પ્રસંગ અનુરૂપ પ્રવચનો આપેલ હતા. આ કાર્યક્રમોને સફળ બનાવવા બાળ વિકાસ યોજના અધિકારી
હર્ષદબા એમ. જાડેજા તથા આઈ.સી.ડી.એસ.ના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Saturday, February 8, 2020
New
