કોરોના વાયરસથી બચવા લાઈઝન ઓફિસર ડો. ઉપાધ્યાયનું કચ્છના તબીબોને માર્ગદર્શન - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, February 8, 2020

કોરોના વાયરસથી બચવા લાઈઝન ઓફિસર ડો. ઉપાધ્યાયનું કચ્છના તબીબોને માર્ગદર્શન


ભુજ : ચીનના વૃહાન શહેરમાં ફેલાયેલા કોરોના વાયરસના પ્રકોપથી ભારત સહિત અન્ય દેશોમાં ફેલાયેલા રોગથી જાહેર થયેલા એલર્ટને પગલે ગુજરાતની જીલ્લા કક્ષાની હોસ્પિટલમાં સાવચેતીના પગલા લેવાની તાકીદ કરવામાં આવે છે. જે મુજબ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના ચેપી રોગના નિષ્ણાંત અને સ્ટેટ લાયઝન ઓફિસર ડો. કમલેશ ઉપાધ્યાયે કચ્છના ડોકટરોને માર્ગદર્શન આપતા કહ્યું કે, 'ડરવાની જરૂર નથી પણ, સાવધાની જરૂરી છે.' ભુજ ખાતે અદાણી મેડિકલ કોલેજના વ્યાખ્યાન કક્ષમાં નોવેલ કોરોના વાયરલ ફેલાવા સામે લેવામાં પગલા અંગે ડો. ઉપાધ્યાયે કચ્છનાં તબીબોને માર્ગદર્શન આપતા કહ્યું કે, અમને સાઉદી અરેબિયાથી સાઉથ કોરિયામાં આના લક્ષણો દેખાયા હતા. પણ અત્યારે ચીનમાં જે કોરોના વાયરસ દેખાયો છે. તે નવો પ્રકાર છે. જેને ૨૦૧૯થી કોરોના વાયરસ કહે છે. તેમણે કહ્યું કે, જાનવરોના સંપર્કમાં આવતા મનૃષ્યોને આ વાયરસ સંક્રમિત કરે છે. ચેપી દર્દીની શરદી, છીંક અને તેના સાથે હાથ મીલવવાથી તે ફેલાઈ શકે છે. વળી, સેન્ટ્રલી એ.સી.માં તેનો વ્યાપ ઝડપથી વધે છે. જો કે, ગરમી વધશે તો તેની માત્રા કમશઃ ઘટતી જશે. તેના લક્ષણો શરદી- ઉધરસ, ગળામાં સોજો, તાવ આવે છે, પરંતુ ગભરાવવાને બદલે સતર્કતા રાખવી આવશ્યક છે. અત્યાર સુધી આ અંગે કોઈ રસી શોધાઈ નથી. પણ છ માસ પછી તે તૈયાર થઇ જશે. કોરોનાની સારવાર સામાન્ય ફલુ જેવી જ છે, એટલે દર્દીના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું. દર્દીના આંખ, કાન અને મો નાં ભાગને અડકવું નહિ સતત હાથ ધોવા અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું. પ્રારંભમાં કચ્છના સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે, ડો. કમલેશ ઉપાધ્યાયનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, ડી. અરુણકમાર કુર્મી અને અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. ડો. એન.એન. ભાદરકા ઉપસ્થિત રહ્યા હતા.