ગુજરાતના રાજ્યપાલ નામદાર આચાર્યશ્રી દેવવ્રત જીએ આજે તેમની ત્રિદિવસીય ભુજ મુલાકાત દરમિયાન અજરખપુર ગામ ખાતે આવેલા લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટરની મુલાકાત લીધી હતી અને કચ્છી કલાના વિવિધ વારસાથી તેઓ અભિભૂત થયા હતા. ભુજની જાણીતી સંસ્થા સ્રૃજન દ્વારા અજરખપુર ગામે બનાવાયેલા એલ એલ ડી સી ખાતે સંસ્થાના ટ્રસ્ટી શ્રી મહેશ ગોસ્વામીએ રાજ્યપાલશ્રીને સંસ્થાની સમગ્ર પ્રવૃત્તિઓથી અવગત કરાવ્યા હતા. રાજ્યપાલશ્રીએ એલ ala ડી સી ની મુલાકાત દરમિયાન ગેલેરી, library, study room અને ઓડિટોરિયમની મુલાકાત લીધી હતી જ્યાં રાજ્યપાલશ્રીએ કચ્છી કલાનું પ્રદર્શન કરતાં વિવિધ પ્રદર્શનો અને ટૂંકી ડોક્યુમેન્ટ્રી રસપૂર્વક નિહાળી હતી. કચ્છના કારીગરોએ તેમની કલાનું જીવંત દર્શન રાજ્યપાલ સમક્ષ કર્યું હતું. આ પ્રસંગે કચ્છ જિલ્લાની જુદી જુદી ૧૨ કોમના લોકોની ખાસિયત સમી વિવિધ ભરતકામને રજુ કરતી પેનલો રાજ્યપાલશ્રી સમક્ષ રજૂ કરાઈ હતી.સૃજન સંસ્થાના સંચાલકો દ્વારા રાજ્યપાલશ્રી સમક્ષ કચ્છી લોકજીવનમાં વંશ પરંપરાગત ચાલી આવતું ભરતકામ નવા લિબાસમાં રજૂ કરાયું હતું રાજ્યપાલશ્રીએ જરી અને ધાતુના સમન્વયથી રજૂ થયેલી વિવિધ કલાઓ પણ નિહાળી હતી અને તેમણે બ્લોક પ્રિન્ટીંગ જાતે કરીને તેનો આસ્વાદ પણ લીધો હતો.કચ્છની પરંપરાગત હસ્તકલાનાને ઉજાગર કરતા મ્યુઝિયમ, ક્રાફ્ટ સ્ટુડિયો, રિસર્ચ એન્ડ ડોક્યુમેન્ટેશન સેન્ટર વગેરેની પણ રાજ્યપાલશ્રીએ મુલાકાત લીધી હતી તથા મ્યુઝિયમમાં રજૂ થયેલા કચ્છી લોક જીવનને રજૂ કરતા ઘરેણાઓ, વાસણો, પાઘડીઓ, પટારા, કબાટ તથા ભરતકામમાં વપરાતા આભલા, દોરા, પેચ વર્ક , જરદોશી વર્ક વગેરેથી રાજ્યપાલ શ્રી રસપૂર્વક વાકેફ થયા હતારાજ્યપાલ શ્રી ને કચ્છના કારીગરોએ તેમની કલાનું જીવંત દર્શન રાજ્યપાલ સમક્ષ કર્યું હતું અને કચ્છ જિલ્લાની જુદી જુદી 12 કોમના લોકોની ખાસિયત સમી વિવિધ ભરતકામ ને રજુ કરતી જુદી જુદી પેનલો રાજ્યપાલ સમક્ષ રજૂ કરાઈ હતીરાજ્યપાલશ્રીની હારેલા કચ્છી ભરતકામ માં વંશ પરંપરાગત ચાલી આવતું ભરતકામ નવા લિબાસમાં રજૂ થયેલું હતું રાજ્યપાલશ્રીએ જરી અને ધાતુના સમન્વયથી રજૂ થયેલી વિવિધ કલાઓ પણ નિહાળી હતી અને તેમણે બ્લોક પ્રિન્ટીંગ જાતે કરીને તેનો આસ્વાદ પણ લીધો હતો.કચ્છની પરંપરાગત હસ્તકલાના ને ઉજાગર કરતા મ્યુઝિયમ ક્રાફ્ટ સ્ટુડિયો રિસર્ચ એન્ડ ડોક્યુમેન્ટેશન સેન્ટર વગેરેની પણ રાજ્યપાલશ્રીએ મુલાકાત લીધી હતી તથા મ્યુઝિયમમાં રજૂ થયેલા કચ્છી લોક જીવનને રજૂ કરતા ઘરેણાઓ વાસણો પાઘડીઓ કબાટ તથા ભરતકામ માં વપરાતા આભલા પિકી દોરા પેચ વર્ક જરદોશી વર્ક વગેરેને રસપૂર્વક વાકેફ થયા હતા
અજરખપુર ગામે આવેલ ઈસ્માઈલ મોહમ્મદ ખત્રીના ક્રાફ્ટ સ્ટુડિયોની પણ રાજ્યપાલશ્રીએ સહ પરિવાર મુલાકાત લીધી હતી અને તેમના દ્વારા ગ્રામ્ય નાગરિકોને રોજગારી પૂરી પાડવા માટે કરાઈ રહેલા પ્રયાસોની સરાહના કરી હતી કચ્છના ભાતીગળ લોક જીવનને રજૂ કરતા આ મ્યુઝિયમ થી રાજ્યપાલશ્રી ખૂબ પ્રભાવિત થયા હતા અને સુઝન સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.રાજ્યપાલશ્રીની મુલાકાત વખતે પ્રાંત અધિકારી શ્રી એસ એમ કાથડ સૃજન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી પ્રીતિ શ્રોફ રાજુ ભટ્ટ મહેશ ગોસ્વામી તથા કચ્છી કલાના કલાકારો અને રાજ્યપાલશ્રીના પરિજનો સામેલ થયા હતા.