મોરબીમાં ધોળા દિવસે બુકાનીધારી શખ્સો ત્રાટકયા હતા અને રૂ. ૬ લાખની લૂંટ ચલાવીને નાસી છૂટતા સનસનાટી મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુકત શાખામાં ૫ બુકાનીધારીઓ બંદુક સાથે આવ્યા હતા અને બેંકના સિકયુરીટી ગાર્ડને માર મારીને તેની પાસે રહેલ હથીયાર પડાવી લઈને બેંકમાં ઘુસ્યા હતા. આ શખ્સોએ બેંકમાંથી રૂ. ૬ લાખ પડાવી લીધા હતા અને અધિકારીઓ તથા કર્મચારીઓને ધમકી આપીને રોકડની લૂંટ ચલાવીને નાસી છૂટયા હતા. આ બનાવની જાણ થતા મોરબી પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવી ફુટેજને આધારે લૂંટારૂ શખ્સોને શોધવા માટે તપાસ હાથ ધરી છે.
Thursday, February 20, 2020
New
